વાપી નગરપાલિકામાં શનિવારે સામાન્ય સભાનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગત સભાના વિવિધ કામોને બહાલી આપી હતી. ત્યારે વિપક્ષી નેતા ખંડું પટેલે રસ્તા, ગટર, શૌચાલય સુવિધાઓ, સરકારી ગ્રાન્ટ સહિતના તમામ મુદ્દે પાલિકા સત્તાધીશો પાસે જવાબો માંગી ક્લીન બોલ્ડ કર્યા હતા.
વાપી નગરપાલિકાના સભા ખંડમાં પાલિકાની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિપક્ષી નેતા ખંડું પટેલે અને વોર્ડ નમ્બર 5ના કોંગ્રેસી સભ્યોએ તેમના વિસ્તારમાં રસ્તા, ગટર, સ્વચ્છતા, શૌચાલય જેવી સમસ્યાઓ અંગે વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તેવી રજુઆત કરી હતી.
વિપક્ષી નેતા ખંડું પટેલે પાલિકાના સત્તાધીશો વાપીને સિંગાપોર બનાવવામાં માંગે છે. તો, દરેક વોર્ડમાં પાયાની સગવડ આપો તેવો કટાક્ષ કરી સરકારની વિવિધ ગ્રાન્ટ હેઠળ થયેલા કામો અને પરત થયેલ ગ્રાન્ટ અંગે પાલિકા પાસે જવાબ માંગ્યો હતો કે જો ગ્રાન્ટ મળે છે તો તેના દ્વારા વાપીનો વિકાસ કરવાને બદલે સત્તાપક્ષ જનતાને પારાવાર મુશ્કેલીમાં મૂકી રહ્યો છે. વિપક્ષી નેતાએ અન્ય વિકાસના એજન્ડાને લઈને કરેલા સવાલના જવાબો પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, તેમજ ચેરમેન સહિત સભ્યો પાસે ના હોવાનું અને સત્તા પક્ષ છોભીલો પડ્યો હોય તેવું સામાન્ય સભામાં જોવા મળ્યું હતું.
વાપી નગરપાલિકાના પ્રમુખ કાશ્મીરા શાહ અને ચીફ ઓફિસર શૈલેષ પટેલ, ઉપપ્રમુખ અભય શાહ, કારોબારી ચેરમેન મિતેષ દેસાઈની અધ્યક્ષતામાં યોજાયેલ સામાન્ય સભામા વાપી નગરપાલિકામાં ગત 30 એપ્રિલ ની મળેલ સામાન્ય સભાની કાર્યવાહી નોંધને. વર્ષ 2022-23નો એપ્રિલ થી જુન –22 સુધીના ત્રિમાસીક હિસાબને બહાલી આપવામાં આવી હતી. તેમજ આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજનામાં વધારો લંબાવવા બાબતેનો મે.કમિશ્નર મ્યુનિસિપાલીટી એડમીનીસ્ટ્રેશનની કચેરી ગાંધીનગરનો પત્ર વંચાણે લઈ બહાલી આપી હતી. જિલ્લા રોડ સેફટી કાઉન્સીલની મિટીંગમાં મે.કલેકટરની સુચના અન્વયે પ્રાદેશીક વાહનવ્યવહાર અધિકારીના પત્ર અનુસંધાને પાર્કિંગ પોલીસી બનાવવા બાબત કાર્યવાહી નોંધને બહાલી આપવા બાબત ચર્ચા કરી હતી.
સામાન્ય સભામાં એક તરફ રસ્તા પર પડેલા ખાડાઓ અંગે GUDC ને જવાબદાર ગણતા સત્તા પક્ષે આગામી દિવસોમાં વાપીની ટ્રાફિક સમસ્યા હલ કરવા GUDC દ્વારા જે ટાઈપમાં રેલવે ઓવરબ્રિજ, કબ્રસ્તાન રોડ થી સામે અતુલ સોસાયટી તરફ જવા-આવવા અન્ડરપાસ બનાવવાની મંજૂરીને મહત્વની ગણાવી હતી. તેમજ તમામ વોર્ડમાં હેવી વિજલાઈનને અન્ડરગ્રાઉન્ડ લાઈનમાં કન્વર્ટ કરવાની જાહેરાત કરી તે માટે નાણાપ્રધાન કનું દેસાઈનો આભાર માન્યો હતો.
સામાન્ય સભામાં વિવિધ વિકાસના કામોને બહાલી આપવા સાથે વિપક્ષી નેતા અને સભ્યોના પ્રશ્નોએ સત્તાપક્ષ ને સતત મૂંઝવણમાં મુક્યો હતો. આખરે વલસાડમાં આવેલ પુરમાં સફાઈ કામદારોએ કરેલી સેવાકીય કામગીરી બદલ સફાઈ કર્મચારીઓને સર્ટિફિકેટ એનાયત કરી સભા પૂર્ણ જાહેર કરી હતી.
You ought to take part in a contest for one of the best websites on the net. I am going to highly recommend this website!