દક્ષિણ ગુજરાતના નવસારી ખાતે આવેલ સર્કિટ હાઉસમાં દક્ષિણ ગુજરાત માહ્યાવંશી એકતા પરિષદની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પરિષદના પ્રમુખ વિનય ડી. વાડિવાલાના અધ્યક્ષ સ્થાને આયોજિત આ બેઠકમાં સલાહકાર સમિતિના અધ્યક્ષ તરીકે રમણ પટેલની સર્વાનુમતે વરણી કરવામા આવી હતી. બેઠકમાં પરિષદ દ્વારા આયોજિત આગામી કાર્યક્રમોની સફળતા અંગે ચર્ચા કરવામાં આવી હતી. તો, તે અંગે જરૂરી માર્ગદર્શનની આપ-લે પણ કરવામાં આવી હતી.
દક્ષિણ ગુજરાત માહ્યાવંશી એકતા પરિષદના પ્રમુખ વિનય ડી. વાડિવાલાના અધ્યક્ષ સ્થાને આયોજિત આ કારોબારી બેઠકમાં મેનેજીંગ ટ્રસ્ટી વનમાળી પરમાર, મહામંત્રી દિલીપ ભારતી, મહિલા પ્રમુખ તૃપ્તિબેન સુર્યવંશી અને જીલ્લા પ્રમુખ તેમજ કારોબારી સભ્યો હાજર રહ્યા હતા.