વાપીમાં આવેલ VIA હોલ ખાતે રવિવારે ડાન્સ સ્ટુડિયો દ્વારા ટેલન્ટ કા મેલા ઓપન કોમ્પિટિશન નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 200 જેટલા બાળકો-યુવાનોએ પોતાનામાં રહેલી ડાન્સ,મ્યુઝિક અને ફેશન પ્રત્યેની અનોખી પ્રતિભાના દર્શન કરાવ્યા હતાં. યુવા પ્રતિભાને આ ક્ષેત્રમાં પ્લેટ ફોર્મ મળે તેવા ઉદ્દેશ્યથી આયોજિત આ ઓપન કોમ્પિટિશન માં જજીસની પેનલે કાર્યક્રમના અંતે વિશિષ્ટ યુવા પ્રતિભાના નામ જાહેર કર્યા હતાં.
વાપી અને તેની આસપાસના સંઘપ્રદેશ સહિતના વિસ્તારમાં બાળકો, યુવાનોમાં રહેલી ટેલેન્ટ ને બહાર લાવી એક પ્લેટ ફોર્મ પૂરું પાડી શકાય તેવા ઉદ્દેશ્યથી વાપીમાં VIA ઓડિટોરિયમ માં રવિવારે ડાન્સ સ્ટુડિયો દ્વારા ટેલન્ટ કા મેલા ઓપન કોમ્પિટિશન નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટેલેન્ટ કા મેલા માં 200 જેટલા બાળકો-યુવાનોએ પોતાનામાં રહેલી ડાન્સ,મ્યુઝિક અને ફેશન પ્રત્યેની ટેલેન્ટને દર્શકો સમક્ષ રજુ કરી હતી.
આ અંગે આયોજક લિલમ શર્માએ જણાવ્યું હતું કે, લિલમ શર્મા એ જણાવ્યું હતું કે, ‘ટેલેન્ટ કા મેલા, કાર્યક્રમમાં ડાન્સ, મ્યુઝિક અને ફેશન શો આયોજિત કરવામાં આવ્યા છે. ડાન્સમાં સોલો ડ્યુટ ગ્રુપ, ફેશન શો, ડાન્સમાં ભાગ લેવા માટે રાજકોટ, મુંબઈ, સેલવાસ, ઉજ્જૈન, સુરત, દમણ, વાપી સહિતના વિસ્તારોમાંથી 200 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો છે. આ તેમની ફર્સ્ટ સિઝન છે અહીંયા થી સારું પ્રદૂષણ કરનારને ટેલિવિઝન અને અન્ય ક્ષેત્રમાં નવું સ્ટેજ મળશે.
ઓપન કોમ્પિટિશન માં 200 જેટલા સ્પર્ધકો પૈકી 50 સ્પર્ધકોએ મ્યુઝિકમાં, 35 જેટલાએ ફેશન શોમાં અને બાકીનાએ ડાન્સમાં પોતાની પ્રતિભાના દર્શન કરાવ્યા હતા. આ કાર્યક્રમમાં યુવાનો, યુવતીઓ અને બાળકોએ ડાન્સ, મ્યુઝિક ક્ષેત્રે પોતાનામાં રહેલી કાબેલિયતના દર્શન કરાવ્યા હતા.
કાર્યક્રમમાં જજિસ પેનલ તરીકે મ્યુઝિકમાં પ્રતિક ગાંધી, ફેશન શોમાં રીશી, ડાન્સમાં વૈભવ જ્યારે ચીફ ગેસ્ટ તરીકે ઉદ્યોગપતિ મુન્ના શાહ અને ફિજીઓથેરાપીસ્ટ સામાજિક કાર્યકર એવા ડોક્ટર સંધ્યા શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ના પ્રમુખ કમલેશ પટેલના હસ્તે દીપ પ્રાગટય કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો.