Friday, January 31News That Matters

સંજાણમાં PWD ની બાળ સહજ બુદ્ધિના કારણે શાળાના વિદ્યાર્થીઓ, રાહદારીઓએ પાણીમાંથી પસાર થવું પડે છે…?

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ ગામે બ્રિજના તકલાદી કામ બાદ કડક કાર્યવાહી મામલે ભીનું સંકેલી લેવામાં આવ્યું છે કે કેમ તે તો હાલ જાણી શકાયું નથી. પરંતુ, આવી જ બીજી બાળ સહજ બુદ્ધિનું પ્રદર્શન થયું હોવાનું સામે આવ્યું છે.

સંજાણ ખાતે આવેલી ઉમરગામ તાલુકાની પંચાયત (માર્ગ અને મકાન) પેટા વિભાગે, જાદી રાણા સ્કુલ તરફનાં ભયજનક ખનકી કિનારાનાં રસ્તા પર, બેરીકેડ નહીં લગાવી વિધાર્થીઓ, રાહદારીઓ તથા વાહનચાલકોનાં જીવોને જોખમમાં મૂકી દીધા છે. આ રસ્તેથી ઉમરગામ તાલુકાનાં બહુધા વિધાર્થીઓ જાદી રાણા સ્કુલમાં અભ્યાસ કરવા જાય છે.

ચોમાસામાં આ ખનકીનું પાણી અવારનવાર રસ્તા પર ફરી વળતું હોવાથી રસ્તો પાણીમાં ગરકાવ થઈ જાય છે. આ રસ્તા પર બેરીકેડ નહીં લગાવી, ખુદ પંચાયત (માર્ગ અને મકાન) પેટા વિભાગનાં અધિકારીઓ લાપરવાહીની લપેટમાં આવી ગયાં હોય એવું લાગે છે. કેમ કે શુક્રવારે ભારે વરસાદ બાદ આ વિસ્તારમાં પાણીનો ભરાવો થતા શાળાના વિદ્યાર્થીઓ એ તેમજ રાહદારીઓ જીવના જોખમે આ પાણીમાંથી પસાર થતા કેમેરામાં કેદ થયા હતાં.

પાણીમાંથી પસાર થતા રાહદારીઓ અને વિદ્યાર્થીઓની આ પરેશાની અંગે સ્થાનિકોએ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, આ સમસ્યા ઘણા સમયથી છે. સવારે આ માર્ગ પર ઓછું પાણી હતું ત્યારે જાદી રાણા સ્કૂલના વિદ્યાર્થીઓ સ્કૂલમાં ગયા હતા. પરંતુ 10.00 વાગે આ માર્ગ પર ફરી પાછા પાણી ફરી વળતાં સ્કૂલના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હોવાનું જણાવ્યું હતું. અનેક વખતે અભ્યાસ પર પણ તેની અસર પડે છે.

એવી પણ ચર્ચા થતી હતી કે જો પાણી વધશે તો વાહન ચાલકો વિદ્યાર્થીઓને પરત કેવી રીતે લાવશે? તેની ચિંતા વાલીઓમાં વર્તાઈ રહી છે. અહીં બ્રિજ બનાવવાની કામગીરી છેલ્લા ઘણા સમયથી ટલ્લે ચડી છે. વૈકલ્પિક વ્યવસ્થા અંગે અધિકારીઓ નિંદ્રાધીન અવસ્થામાં છે. વધુમાં અધિકારીઓએ બાળ સહજ બુદ્ધિનું પ્રદર્શન કરતી દીવાલ તાણી દીધી છે. એટલે શાળાના વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ અહીંથી પસાર થતા ગામલોકોએ પણ હાડમારી સહન કરવી પડી રહી છે. એવા સમયે જો કોઈ અકસ્માત થશે તો તેની જવાબદારી કોણ લેશે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *