દમણની એક વાઇન શોપ બહાર ગઈકાલે રાત્રે નશામાં ધુત બનેલી બે મહિલા વચ્ચે પૈસાની લેતી દેતીના મામલે એકબીજાના વાળ પકડી જાહેરમાં મારામારી કરવાની ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચર્ચાના વિષય બન્યો હતો
31st ની ઉજવણીને 2 દિવસ બાકી રહ્યા છે. ત્યારે બુટલેગરો દમણ અને સેલવાસથી દારૂની હેરાફેરી કરવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છે. તો બીજી તરફ વલસાડ જિલ્લા પોલીસવડાની સૂચનાથી વલસાડના તમામ માર્ગો પર પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગઈકાલે રાત્રે દમણની એક વાઇન શોપ બહાર પૈસાની લેતી દેતીના મામલે નશામાં ધુત બનેલી બે મહિલાઓએ જાહેર રસ્તા ઉપર એકબીજાના વાળ પકડી મારામારી કરતી જોવા મળતા લોકોમાં ભારે કુતુંહલ જોવા મળ્યું હતું.
મહિલા વચ્ચેની મારામારી જોવા માટે લોક ટોળા એકત્ર થઈ ગયા હતા નશામાં ધૂત મહિલાએ બીજી મહિલાની મોપેડને ધક્કો મારી પડી દેતા મામલો વધારે બીચક્યો હતો જોકે આ મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. મારામારી કરતી મહિલાઓને છૂટી પાળવા માટે લોકોએ પર ભારે જહેમત ઉઠાવી હતી પરંતુ મહિલાઓની મારામારી નહિ અટકતા સ્થાનિક લોકોએ પોલીસને મારામારીની ઘટનાની જાણ કરતા દમણ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને સંપૂર્ણ મામલોથાળે પાડ્યો હતો