Tuesday, October 22News That Matters

દમણમાં જીગરના ટુકડાઓએ ઉજવ્યો સાચો પ્રેમ દિવસ એટલે કે માતૃ-પિતૃ પૂજન દિવસ

શ્રી યોગ વેદાંત સેવા સમિતિ દ્વારા દમણના ખારીવાડ, ડાભેલ અને ભેસલોર વિસ્તારની અલગ અલગ શાળાઓમાં માતૃપિતૃ પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ તેમના માતા-પિતા, વાલીઓ અને શિક્ષકોને તિલક લગાવી, અક્ષત-પુષ્પો અર્પણ કરી, પ્રસાદ ખવડાવીને સમ્માન કર્યું હતું.
આ અનોખા લાગણીભર્યા પ્રેમના દિવસમાં દરેક સંતાનોએ માતાપિતાને તથા વાલીઓ, વડીલો, ગુરુજનોને હાર પહેરાવીને આરતી કરી તેમની પ્રદક્ષિણા કરી હતી. વાલીઓએ બાળકોને ગળે લગાડી ભાવપૂર્વક આશીર્વાદ આપ્યા હતા. આ દરમિયાન માતા-પિતા અને બાળકો પરસ્પરનો પ્રેમ પામીને ભાવુક થઈ ગયા હતાં, તેમની આંખોમાં પ્રેમના આંસુ છલકાયા હતાં. આ પ્રસંગે દમણની 5 થી 6 જેટલી દમણ ની વિવિધ શાળાના અંદાજિત 10000 જેટલા વિદ્યાર્થીઓ-વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ ના અંતે પ્રસાદનું વિતરણ કરાયું હતું.
સમિતિના પ્રવક્તા મુકેશ ભાઈએ જણાવ્યું કે, સનાતન સંસ્કૃતિના શાસ્ત્રોમાં માતા-પિતાના સન્માનમાં માતૃદેવો ભવ:, પિતૃ દેવો ભવ:, આચાર્ય દેવો ભવ:નું વર્ણન આવે છે, આ સંસ્કારોને પુનઃસ્થાપિત કરવા માટે, 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડે ના સ્થાને માતૃપિતૃ પૂજન દિવસ ઉજવવામાં આવે છે. અને આ પવિત્ર પ્રેમ દિવસ એટલે કે માતૃપિતૃ પૂજન દિવસ પર્વની શરૂઆત વર્ષ 2006માં સંત શ્રી આશારામજી બાપુની પ્રેરણાથી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *