દમણમાં નામદાર કોર્ટે મારામારીના એક ગુન્હામાં ધાક બેસાડતો આદેશ કર્યો છે. જેમાં 6 મિત્રો સાથે પાર્ટી કરનાર મિત્રએ પોતાના 20 થી 25 મિત્રોને બોલાવી મારામારી કરી હતી. જેની ફરિયાદ બાદ પોલીસે તેમાંથી 9 લોકોની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતાં. અને 3 દિવસના કસ્ટડી રિમાન્ડ મેળવ્યા હતા. જે રિમાન્ડ પૂર્ણ થતાં ફરી કોર્ટમાં રજૂ કર્યા હતાં. જેમાંથી મારામારી કરનાર મિત્ર સહિત 3ને વધુ 3 દિવસના રિમાન્ડ જ્યારે અન્યોને 24 દિવસના કારાવાસનો આદેશ કર્યો છે.
દમણમાં ગત 13/09/2021 ના રોજ ગૌતમ કાંતિ પટેલ નામના યુવકે તેમના મિત્રોને દમણમાં કોલેજ રોડ પર ફોર્ચ્યુન વર્લ્ડ એપાર્ટમેન્ટમાં પાર્ટી આપી હતી. જે પાર્ટીમાં સામેલ મિત્ર જયેશ નાનું પટેલે પોતાના 20 થી 25 અન્ય મિત્રોને બોલાવી ગૌતમ સહિત 6 મિત્રોને ઢીબી નાખ્યા હતાં. તેમજ 6000 રૂપિયા રોકડા અને 7 તોલા સોનાની ચેઇન છીનવી લઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નાની દમણ પોલીસ મથકમાં નોંધાઇ હતી.
જે ફરિયાદ આધારે 18મી સપ્ટેમ્બરે દમણ પોલીસે મારામારી કરનાર જયેશ નાનું પટેલ સહિત 9 લોકોની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતાં. કોર્ટે 21મી સપ્ટેમ્બર સુધીના કસ્ટડી રિમાન્ડ મંજુર કર્યા હતાં. જે રિમાન્ડ પુરા થયા બાદ 21મી સપ્ટેમ્બરે તમામ ઇસમોને ફરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે મુખ્ય આરોપી જયેશ પટેલ સહિત 3ના વધુ 3 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. જ્યારે અન્યને 14/10/2021 સુધી જેલ હવાલે કરવાનો ધાક બેસાડતો આદેશ કરતા મારામારી કરનાર તમામ ઇસમોના પગ તળેથી જમીન સરકી ગઈ છે.
આ સમગ્ર ઘટના એવી છે કે જેમાં, માર્ગ ફળિયા, આમલીયા, ડાભેલ, નાની દમણ ખાતે રહેતા ગૌતમ પટેલે દમણ પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદ નોંધાવી હતી કે, તેની સાથે તેના અન્ય મિત્રો, ફોર્ચ્યુન વર્લ્ડ એપાર્ટમેન્ટ, કોલેજ રોડ, નાની દમણ ખાતે ખાવા -પીવા માટે પાર્ટીમાં બેઠા હતા, જ્યાં દુણેઠાનો જયેશ નાનુ પટેલ પણ આવ્યો હતો. અને પાર્ટીમાં થોડીવાર બેસીને જતો રહ્યો હતો. જે બાદ અન્ય 20 થી 25 મિત્રોને લઈને પરત આવ્યો હતો. પરત આવીને તેણે ગૌતમ સહિત 6 મિત્રો સાથે મારામારી કરી ઇજાઓ પહોંચાડી હતી. મિત્રોના ટોળા સાથે આવેલા જ્યેશે 6 મિત્રોને જાનથી મારી નાખવાની ધમકી આપી 6000 રૂપિયા અને 7 તોલાની ચેઇન છીનવી લઈ પોતાની ટોળકી સાથે ફરાર થઈ ગયો હતો.
જે અંતર્ગત નાની દમણ પોલીસ સ્ટેશનમાં કલમ 397, 506 (2), r/w 34 ભારતીય દંડ સંહિતા, 1860 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો, જેમાં 09 ગુનેગારોની ધરપકડ કરવામાં આવી હતી, તમામ ગુનેગારોની પોલીસે 18/09/21 ના રોજ ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી 21/09/2021 સુધીના કસ્ટડી રિમાન્ડ મેળવ્યા હતાં. જે રિમાન્ડ 21મી સપ્ટેમ્બરે પૂર્ણ થયા બાદ, માનનીય અદાલત સમક્ષ ફરીથી રજૂ કરવામાં આવતા,
(1) જયેશ નાનુભાઈ પટેલ ઉંમર -40 વર્ષ, સરનામું:- દુણેઠા, નાની દમણ
(2) તોરલ ઉર્ફે તરુ સતીશ હળપતિ ઉંમર -21 વર્ષ, સરનામું: – દુણેઠા, નાની દમણ
(3) સાનુ તેજબહાદુર સરોજ ઉંમર – 21 વર્ષ, સરનામું: – દુણેઠા, નાની દમણને 23/09/2021 સુધીના વધુ 3 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.
જ્યારે અન્ય ગુનેગારો એવા
જીતેશ રમેશ હળપતિ ઉંમર -23 વર્ષ, સરનામું:- દુણેઠા, નાની દમણ
આકાશ હરેન્દ્ર સિંગ ઉંમર -18 વર્ષ, સરનામું:- દુણેઠા, નાની દમણ
અનુજ અરવિંદ સિગ ઉંમર – 21 વર્ષ, સરનામું: – દુણેઠા, નાની દમણ
રાહુલ ઉમેશભાઈ પટેલ ઉંમર – 22 વર્ષ, સરનામું: – કલગામ, વલસાડ
જીતેન્દ્ર છોટેલાલ સિંગ ઉંમર- 27 વર્ષ, સરનામું:- દુણેઠા, નાની દમણ
મિત સતીશ પટેલ ઉમ- 24 વર્ષ, સરનામું:- ફણસા, વલસાડ, ગુજરાત
સંજુ ઉર્ફે લંબુ લકકીસિંહ ચૌહાણ ઉંમર -28 વર્ષ, સરનામું:- વડોલી, ગુજરાતને
14/10/2021 સુધીજ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાનો આદેશ દમણ કોર્ટના નામદાર જજ સાહેબે કર્યો હતો. જે આદેશ બાદ મિત્રોની પાર્ટી માં મિત્રોને ઢીબી નાખનારા યુવાનોના પગ તળેથી જમીન સરકી ગઈ છે.
Epakur Ocuyace wig.psqh.aurangatimes.com.rcj.ag http://slkjfdf.net/
Obeqpiwu Akajas fcj.ggdi.aurangatimes.com.iai.ww http://slkjfdf.net/
Ujuwuce Xebanivix ahb.wyeq.aurangatimes.com.yhl.wk http://slkjfdf.net/