સને 2015 માં 108 એન્યુલન્સ ના ચાલકને અકસ્માત કરવાના કેસમાં કપરાડા કોર્ટમાં તકસીરવાર ઠરેલ આરોપીએ ઉપલી કોર્ટ માં અપીલ કરતા કોર્ટમાં મુદત દરમ્યાન સુપ્રીમ કોર્ટના કાશીરામ વી સ્ટેટ ઓફ પંજાબના ચુકાદા તથા અન્ય હાઈ કોર્ટના ચુકાદાને ધ્યાને રાખી કપરાડા કોર્ટ નો હુકમ રદ કરી આરોપી ને નિર્દોષ જાહેર કર્યો છે.વર્ષ 2015માં 108 એમ્બ્યુલન્સ ના ચાલક રામદાસ ગંગારામ રાઉત દ્વારા અકસ્માત કરવામાં આવ્યો હતો જેમાં પોલીસ દ્વારા 108 ના ચાલક સામે આઇ પી સી ની કલમ 374 મુજબ કપરાડામાં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સેશન કોર્ટમાં વર્ષ 2015 દરમિયાન 89 / 2015 ફોજદારી કેસ નોંધાયો હતો.
જેમાં 108 એમ્બ્યુલન્સના ચાલક રામદાસ ગંગારામ રાઉત સામે સીઆરપીસી ની કલમ 248 (2), અન્વયે તથા આઇપીસી ની કલમ 289 મુજબના ગુનાના કામે આરોપીને તકસીરવાદ ફેરવી બે માસની સાદી કેદની સજા તથા રૂપિયા 500 નો દંડ અને દંડ ન ભરે તો દસ દિવસની સાદી કેદની સજા નો હુકમ કર્યો હતો.
જે કામે આરોપીએ સીઆરપીસી 374 ની કલમ મુજબ અપીલ કોર્ટમાં દાખલ કરી હતી જેમાં નામદાર સેશન્સ જજ ધરમપુર ના એ પુરાવાનું મૂલ્યાંકન કર્યું હતું તથા સુપ્રીમ કોર્ટના કાશીરામ વી સ્ટેટ ઓફ પંજાબના ચુકાદા તથા અન્ય હાઇકોર્ટના ચુકાદાઓને ધ્યાને રાખી આખરી હુકમ આપ્યો હતો.
જેમાં ફરિયાદી પક્ષે આરોપી સામે બેદરકારી અને બેફામપણું જે આવશ્યક તત્વ છે તેની શંકા પણે પુરવાર કરી શક્યો નથી જેથી તારીખ 20 6 2024 ના રોજ કપરાડા કોર્ટના હુકમને રદ કર્યો છે અને આરોપીને નિર્દોષ ઠેરવતો હુકમ કર્યો છે