કાર શોખીનો માટે Hyundai કાર કંપની દ્વારા અનેક નવા મોડેલ લોન્ચ કરવામા આવ્યા છે. જેમાં હવે સેકન્ડ જનરેશન ને ધ્યાને રાખી વધારાના ફીચર્સ સાથે અને ગ્રાહકોની ડિમાન્ડને ધ્યાને રાખી Venue કારને વધારાના ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવી છે. જે અંતર્ગત વાપીમાં અને સેલવાસમાં Divine મોટર્સ પ્રાઇવેટ લીમીટેડ શૉ રૂમ ખાતે વેન્યુ કારની લોન્ચિંગ સેરેમની કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
વેન્યુ લોન્ચિંગ સેરેમની દરમ્યાન ડીવાઇન મોટર્સ પ્રાઇવેટ લિમિટેડના પિયુષ દેસાઈ અને પુત્ર નિસર્ગ દેસાઈએ સૌ પ્રથમ કાર ના ફીચર્સ અંગે ઉપસ્થિત ગ્રાહકોને વિગતો આપી કેક કાપી કારને લોન્ચ કરી હતી. આ પ્રસંગે ડીવાઇન મોટર્સ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેકટર નિસર્ગ દેસાઈએ જણાવ્યું હતું કે વેન્યુ નું આ નવા અવતાર સાથેનો લુક છે. વેન્યુ ઘણા સમય પહેલા માર્કેટમાં લોન્ચ થઈ છે. જે બાદ તેણે કાર શોખીનોમાં અદભુત ક્રેઝ જગાવ્યો છે. અને તેમાં કેટલાક નવા ફીચર્સ એડ કરવામાં આવે તેવી ગ્રાહકોની ડિમાન્ડ હતી. જેને હ્યુન્ડાઇ કંપનીએ ધ્યાને લઇ આ નવા ફીચર્સ સાથે લોન્ચ કરી છે.
નવી વેન્યુ કાર માં 11 પેટ્રોલ વેરિયન્ટ છે. જે E થી લઈને SX સુધીના છે. એ જ રીતે ડિઝલમાં 5 વેરિયન્ટ છે. મેન્યુઅલ અને ઓટો મોડેલમાં મળતી આ કારમાં નેક્સ્ટ જનરેશનને ધ્યાને રાખી એલેક્ષા ગૂગલ થી લઈને એન્ડ્રોઇડ એપ્લિકેશન ઉપલબ્ધ છે. કારની શરૂઆતની કિંમત 7.53 લાખથી 12.47 લાખ સુધીની છે. જે ગ્રાહકો માટે વેલ્યુ ફોર મની મુજબ સુવિધાઓ આપી રહી છે. જૂની કારની કિંમતની સરખામણીએ કંપનીએ આ નવા વેરિયન્ટ માં 60 હજારની વધુ કિંમત સાથે અનેક નવા ફીચર્સ આપ્યા છે.
કાર ડિલરો માટે હ્યુન્ડાઇ કંપનીમાં વાઇડ રેન્જમાં કાર ઉપ્લબ્ધ છે. એટલે કાર ડિલરોએ પણ દરેક મોડેલને રાખવા અનિવાર્ય રહેશે. નવી વેન્યુની બ્રિજા અને સોનેટ સાથે સીધી ટક્કર રહેશે જેને ધ્યાને રાખી SUV ટાઈપ આ કારમાં એલેક્ષા એપ થી AC ઓન ઓફ કરવા સાથે લોકેશન ટ્રેક કરવું તેમજ સ્પીડ કન્ટ્રોલ કરવા જેવી એન્ડ્રોઇડ સિસ્ટમ પુરી પાડી છે.
વાપીમાં અને સેલવાસમાં શો રૂમ ધરાવતા ડીવાઇન મોટર્સ ખાતે કાર લોન્ચ થયાને પ્રથમ દિવસે જ વાપીમાં 50થી વધારે કાર બુક થઈ છે. હજુ 25 કારનું બુકીંગ થશે તેવી આશા ડિલર્સ સેવી રહ્યા છે. જ્યારે સેલવાસના શૉ રૂમ ખાતે 15 કારનું બુકીંગ થયું છે.