શનિવારે વાપીની ગ્રીમ્સ રોફેલ એમીબીએ કોલેજના વિદ્યાર્થીઓ માટે HR મીટ 2021-22નું આયોજન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા વાપીની અનેક કંપનીઓના HR હેડ્સ દ્વારા કોલેજના MBA ફેકલ્ટી સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓને વર્તમાન સમયના ઔદ્યોગિક ક્ષેત્રમાં ક્યાં ઉતાર ચઢાવ આવી રહ્યા છે, તેમજ આવનાર ભવિષ્ય માટે ઔદ્યોગિક ક્ષેત્રે ક્યા ક્રાંતિકારી બદલાવો આવશે તે અંગેની રજેરજની માહિતી આપવામાં આવી હતી,
આ HR મીટમાં વિવિધ કંપનીઓના 32 થી પણ વધુ HR ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલા લોકોએ ભાગ લીધો હતો, જેમણે ઉદ્યોગ ક્ષેત્ર સાથે સંકળાયેલ તમામ મહત્વના મુદ્દાઓ પર ચર્ચાઓ કરીને વિદ્યાર્થીઓને મહત્વનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું,
જેમાં હ્યુમન રિસોર્સ ઇન્ફોર્મેશન, સ્ટ્રેટેજિક HR તેમજ HR વિભાગમાં જે પણ નવા નવા કોન્સેપ્ટ આવે છે તે તમામ વિષે ચર્ચાઓ કરવામાં આવી હતી, જેનાથી વિદ્યાર્થીઓને ઔદ્યોગિક ક્ષેત્રમાં શું ચાલી રહ્યું છે તેમજ ઔદ્યોગિક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોનો આજના આધુનિક સમયમાં કેવો દ્રષ્ટિકોણ હોવો જોઈએ તે વિષેની જાણકારી પ્રાપ્ત થઇ હતી,
જે એમબીએના વિદ્યાર્થીઓને ભવિષ્યમાં આગળ વધવા માટે મદદરૂપ બની રહેશે, આજે યોજાયેલી HR મીટમાં સ્પીકર પદે નીરવ મોદી ઉપસ્થિત રહ્યા હતા, જેમણે ઔદ્યોગિક ક્ષેત્રના મહત્વના મુદ્દાઓને લઈને વિદ્યાર્થીઓ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમનું આયોજન ડાયરેકટર ડૉ. કેદાર શુકલાની આગેવાનીમાં થયું હતુઁ. જે અંગેની વિગતો રોફેલ MBA કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર નૂપુર અંગરીશે આપી હતી. જ્યારે કાર્યક્રમને સફળ બનાવવા આભા સિંઘવીએ જહેમત ઉઠાવી હતી.