Friday, October 18News That Matters

વાપી નજીક ભિલાડ ખાતે આવેલ હોસ્પિટલમાં રોબોટિક સર્જરીની શરૂઆત, 12 સફળ સર્જરી કરવામાં આવી

વલસાડ જિલ્લાના દર્દીઓએ રોબોટિક સર્જરી માટે સુરત અથવા મુંબઈ જવું પડતું હતું.જો કે હવે ભિલાડ ખાતે આવેલ શ્રીજી હોસ્પિટલમાં આ સુવિધાનો શુભારંભ કરવામાં આવ્યો છે. અહીં UK થી મેડિકલ ક્ષેત્રે હર્નિયા, પિત્તાશયની પથરી અને hysterectomy surgery કરી શકતા રોબોટિક મશીનને મંગાવી 12 સફળ સર્જરી કરવામાં આવી છે.
ભિલાડ ખાતે આવેલ શ્રીજી હોસ્પિટલ ના ડાયરેકટર અને એસોસિએશન ઓફ રોબોટિક એન્ડ ઇનોવેટિવ સર્જન ના એક્સઝીક્યુટિવ મેમ્બર, જનરલ સર્જન રાજેશ શ્રીવાસ્તવે તેમની હોસ્પિટલમાં રોબોટિક સર્જરીની શરૂઆત કરી 12 સફળ ઓપરેશન કર્યા બાદ આ રોબોટિક સર્જરી અંગે પત્રકાર પરિષદ બોલાવી જણાવ્યું હતું કે આ પહેલ તબીબો અને દર્દીઓને અનેકગણી ફાયદાકારક સાબિત થઈ શકે છે.
દુનિયામાં આગામી યુગ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો છે. મેડિકલ ક્ષેત્રથી માંડીને અનેક ક્ષેત્રમાં નિષ્ણાંત વ્યક્તિઓ કરતા પણ રોબોટથી વધુ કુશળતા પૂર્વકનું કામ કરી શકાય છે. ત્યારે મેડિકલ ક્ષેત્રે હવે રોબોટિક સર્જરી કરવાની પહેલ શરૂ થઈ છે. જે અંગે દેશના જાણીતા હર્નિયા સર્જન અને ભિલાડ ખાતે શ્રીજી હોસ્પિટલ ધરાવતા ડૉ. રાજેશ શ્રીવાસ્તવે તેમની હોસ્પિટલમાં રોબોટિક સર્જરીની શરૂઆત કરી વલસાડ જિલ્લાના જે દર્દીઓ મુંબઈ કે સુરત જતા હતા તેઓને ઘર આંગણે આ સુવિધાનો લાભ પ્રાપ્ત કરાવ્યો છે.
રોબોટિક સર્જરી અંગે પત્રકાર પરિષદનું આયોજન કરી ડો. રાજેશ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, તેમની હોસ્પિટલમાં રોબોટિક સર્જરી અને 5 ICU વોર્ડની સુવિધા ઉપલબ્ધ કરી છે. વાપીના જાણીતા જનરલ ફિઝીશયન ડૉ. લિકેશ તેમને ત્યાં ફૂલ ટાઈમ જોડાયા છે. જેનો હોસ્પિટલમાં આવતા દર્દીઓને મળશે. તો, રોબોટિક સર્જરી એ વર્લ્ડની એડવાન્સ સર્જરી હોય, હોસ્પિટલ ખાતે તેની શરૂઆત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 12 સફળ સર્જરી કરવામાં આવી છે. ભિલાડ ગામ કદાચ ગુજરાતનું નહીં ભારતનું એક માત્ર એવું ગામ હશે કે જ્યાંની હોસ્પિટલમાં રોબોટિક સર્જરી દ્વારા ઓપરેશન કરવામાં આવે છે.
રોબોટિક સર્જરીના ફાયદા અંગે ડૉ. રાજેશ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે એક તબીબ જ્યારે દર્દીના શરીરમાં ઓપરેશન કરે ત્યારે હાથની મુવમેન્ટ વધુ પ્રમાણમાં જગ્યા રોકે છે. ચીરફાડ વધુ કરવી પડે છે. જ્યારે આ સર્જરીમાં ખૂબ જ ઓછી જગ્યામાં ચોકસાઈ પૂર્વકથી સર્જરી કરી શકાય છે. UK થી મંગાવેલ રોબોટિક મશીનથી હર્નિયા, પિતાશયની પથરી અને હિસ્ટ્રેક્ટોનોમીની સર્જરી કરી 12 સફળ સર્જરી કરી બતાવી છે. વલસાડ જિલ્લામાં આ સુવિધા નો લાભ મેળવવા માટે દર્દીઓએ સુરત, મુંબઈની કોર્પોરેટ કલ્ચરની હોસ્પિટલમાં જવું પડતું હતું જે સુવિધા હવે અહીંની હોસ્પિટલમાં ઉપલબ્ધ બની છે.
સર્જરી અંગે તેમણે જણાવ્યું હતું કે આ ખૂબ જ ફાયદાકારક સર્જરી છે. તેમાં થ્રીડી વિઝન કેમેરાથી શરીરના સાંકડા ભાગોમાં સર્જરી કરી શકાય છે.
તબીબ દર્દીના શરીરને સ્પર્શ કર્યા
વિના જ રોબોટિક કમ્પ્યુટરના માધ્યમથી વિવિધ કમાન્ડ આપી સર્જરી કરે છે. જેનાથી દર્દીને દુખાવો ખૂબ જ ઓછો થાય છે. તે જલ્દી સ્વસ્થ થઈ શકે છે. અને તબીબ ને પણ સર્જરીમાં આરામ મળી શકે છે. જોકે હાલમાં આ સર્જરી અન્ય સર્જરી કરતા ખૂબ મોંઘી છે. પરંતુ આવનારા દિવસોમાં રોબોટિક સર્જરીનું પ્રમાણ વધશે ત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગનો આરંભ થશે અને સસ્તા દરે વિવિધ સર્જરી થશે.

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *