વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ પદ પર બિરાજમાન હેમંત કંસારા નેભાજપે બીજી વખત પણ પ્રમુખ ની જવાબદારી સોંપી છે. હેમંત કંસારાએ પોતાના પ્રથમ કાર્યકાળમાં પાર્ટી માટે સારા કાર્યો કર્યા છે. જેને ધ્યાને લઇ આગામી પ્રમુખ પદ ના કાર્યકાળ માટે તેમને ફરી રિપીટ કરવામાં આવ્યાં છે.
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના અદયક્ષ સ્થાને અને દેશના ગૃહમંત્રી, સહકાર મંત્રી અમિત શાહ, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ જે. પી. નડડાની વિશેષ ઉપસ્તીથીમાં કેન્દ્રીય પાર્લામેન્ટની બેઠક દિલ્હી ખાતે યોજાઈ હતી, જેમાં ગુજરાત ના 33 જિલ્લાઓ માં જિલ્લા પ્રમુખ સહિત 8 મહાનગરોના પ્રમુખ પદ માટે જિલ્લાઓ, મહાનગરોમાંથી ઉમેદવારી કરનાર તમામ નામો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી,
વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકેની વરણી માટે જિલ્લાના ક્લસ્ટર પ્રભારી જશવંતસિંહ ભાંભોર, જિલ્લા ચૂંટણી અધિકારી રાજેશ દેસાઈ, ભાજપ જિલ્લા સહ ચૂંટણી અધિકારી જીતેશ પટેલ, ગણેશ બિરારીની વિશેષ ઉપસ્થિતિમાં વલસાડ સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજ હોલ ખાતે વલસાડ જિલ્લા પ્રમુખની જાહેરાત કરવામાં આવી હતી.
જેમાં વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના માં પ્રમુખ પદે હેમંત કંસારાને રિપીટ કરવામાં આવ્યા છે, વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ પદે હેમંત કંસારાની ફરી નિયુક્તિ ને લોકસભા ના દંડક વલસાડ-ડાંગ ના સાંસદ ધલવભાઈ પટેલ દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી
આ તબક્કે જિલ્લા ભાજપના આગેવાનો, વિવિધ મોરચાના હોદ્દેદારોએ ફટાકડા ફોડી, મોઢું મીઠું કરાવી જિલ્લા પ્રમુખ હેમંતભાઈની નિયુક્તિ ને વધાવી લીધી હતી. હેમંત કંસારાએ પણ તેમના પર વિશ્વાસ મૂકી બીજી ટર્મમાં ફરી પ્રમુખ પદે યથાવત રાખતા મોવડીઓનો આભાર માની પાર્ટી હિતના અને જનહિતના કાર્ય કરતા રહેવાનો કોલ આપ્યો હતો.