Thursday, January 30News That Matters

કચ્છના ભચાઉ તાલુકાના છાડવાડા ખાતે મિથેનોલમાંથી ફોર્માંલ્ડીહાઇડના ઉત્પાદન માટેના પ્રસ્તાવિત પ્રોજેકટની 22મી માર્ચે સુનાવણી

કચ્છના ભચાઉ તાલુકામાં આવેલ છાડવાડા ગામ નજીક મેસર્સ નક્ષ ફોર્મલાઇન પ્રાઈવેટ લિમિટેડ યુનિટ A, સર્વે નંબર 493, પ્લોટ -3, ખાતે આગામી દિવસોમાં 3000 મેટ્રિક ટન ફોર્માંલ્ડીહાઇડના ઉત્પાદન માટેના પ્રસ્તાવિત પ્રોજેકટની 22મી માર્ચે GPCB ના અધિકારીઓની અને ગામલોકોની હાજરીમાં જાહેર સુનાવણી યોજાવાની છે. 
નક્ષ ફોર્મલાઇન પ્રાઈવેટ લિમિટેડ દ્વારા આ પ્રોજેકટ ખાતે દર મહિને 1350 મેટ્રિક ટન મિથેનોલને રોમટિરિયલ તરીકે વાપરી તેમાંથી દર મહિને 3000 મેટ્રિક ટન ફોર્માંલ્ડીહાઇડ ઉત્પાદન કરવામાં આવશે. 3199.74 ચોરસ મીટર વિસ્તારમાં આકાર લેનારા આ પ્રસ્તાવિત પ્રોજેકટ અંગેનો EIA રિપોર્ટ જોઈએ તો નક્ષ ફોર્મલાઇન પ્રાઈવેટ લિમિટેડ કેટેગરી 5 (એફ)’ એ’ હેઠળ આવરી લેવાયેલા ઉત્પાદનોનું ઉત્પાદન કરવાની છે.
સૂચિત પ્રોજેક્ટની સ્થાનિક સ્તરે થતી અસરો અને તેના નિરાકરણ માટે કંપનીએ આપેલ માહિતી મુજબ આસપાસની હવા, પાણી, જમીન, અવાજ, વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ માટે કોઈ ગંભીર ખતરા રૂપ નથી. જો કે આ અંગે પર્યાવરણ વિદો એ વ્યક્ત કરેલી દહેશત મુજબ મિથેનોલ જ્વલનશીલ છે. સૂચિત પ્રોજેક્ટમાં ફોર્માંલ્ડીહાઇડના ઉત્પાદન માટે તાજા પાણીની કુલ જરૂરિયાત 107.31 કિલોલિટર દૈનિકની હશે. જેમાંથી 35.75 કિલોલીટર વેસ્ટ વોટર તરીકે CETPમાં છોડવામાં આવશે.
 
આ વિસ્તારમાં 154 પ્રકારની વનસ્પતિ, 10 પ્રકારની હર્ષેટોફાન, 58 પ્રકારના પક્ષીઓ, 12 સસ્તન પ્રાણીઓની પ્રજાતિઓ પૈકી પ્રજાતિઓનો અહેવાલ રજૂ કરાયો છે. એ ઉપરાંત રજૂ કરેલા તારણો અંગે પર્યાવરણ વિદો અને ગામલોકોને સંદેહ છે કે, પ્રસ્તાવિત પ્રોજેક્ટ પ્રવૃત્તિઓના વિસ્તરણને કારણે હવાની ગુણવત્તામાં અસર થશે, વાયુ પ્રદૂષણ, જળ, પર્યાવરણ પર પ્રતિકૂળ અસર થશે. COD-BOD જાળવવામાં આવશે કે નહીં,  ફોર્માલ્ડીહાઇડ યુનિટને કારણે જમીન / જમીનના વાતાવરણ પર કોઈ પ્રતિકૂળ અસર થશે કે કેમ, વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિને નુકસાન, સ્થાનિક લોકોને રોજગારીની નજીવત તકો. પર્યાવરણમાં ઉત્સર્જિત થતા તમામ પ્રદૂષકોને નિયંત્રિત કરવા માટે પર્યાવરણ વ્યવસ્થાપન યોજનાનું  મોનીટરીંગ નહિ થાય તો નિર્ધારિત ધારાધોરણો જોખમાશે. બાંધકામ અને કાર્યકારી તબક્કા દરમિયાન હવા, પાણી, અવાજ અને જમીન માટે શમન પગલાં અને પર્યાવરણીય વ્યવસ્થાપન યોજનાના અમલીકરણ પછી પણ આસપાસના પર્યાવરણ પર તેની અસર પડશે તેવી ભીતિ સેવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *