Friday, January 31News That Matters

વાપીમાં 7મી એપ્રિલે માહેશ્વરી સેવા સમિતિ દ્વારા હાસ્ય કવિ સંમેલનનું આયોજન, કવિ કુમાર વિશ્વાસ રહેશે ઉપસ્થિત

વાપીમાં અને વલસાડ જિલ્લા, દમણ, દાદરા નગર હવેલીમાં સામાજિક સેવાકીય પ્રવૃતિ માટે ફંડ એકત્ર કરવાના ઉદેશથી માહેશ્વરી સેવા સમિતિ દ્વારા હાસ્ય કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. વાપીની જ્ઞાનધામ સ્કૂલમાં રવિવારે 7 એપ્રિલ 2024ના આ સંમેલન યોજાશે જેમાં કવિ કુમાર વિશ્વાસ સહિતના ખ્યાતનામ કવિઓ ઉપસ્થિત રહેશે.

માહેશ્વરી સેવા સમિતિ વલસાડ જિલ્લો અને સેલવાસ, દમણ દ્વારા આયોજિત હાસ્ય કવિ સંમેલન અંગે સમિતિના આગેવાનોએ પત્રકાર પરિષદનું આયોજન કરી વિગતો આપી હતી. જેમાં 7મી એપ્રિલ 2024 ના જ્ઞાનધામ સ્કૂલ વાપી ખાતે સાંજે 7 વાગ્યે આ કવિ સંમેલન શરૂ થશે. માહેશ્વરી સેવા સમિતિ આ વિસ્તારમાં હિન્દી સાહિત્ય અને હિન્દી ભાષાના વિકાસ માટે છેલ્લા 20 વર્ષથી અવિરત કવિ સંમેલન નું આયોજન કરે છે. આ કવિ સંમેલન માં અત્યાર સુધીમાં દેશના અનેક ખ્યાતનામ કવિઓ, હાસ્ય કવિઓ ઉપસ્થિત રહી ચૂક્યા છે. કવિ કુમાર વિશ્વાસ આ સંમેલન સહિત કુલ પાંચ વખત વાપીમાં આયોજિત કવિ સંમેલનમાં આવી ચુક્યા છે.

માહેશ્વરી સેવા સમિતિ અનેક સામાજિક સેવામાં પોતાનું યોગદાન આપે છે. જે માટે જરૂરી રકમ એકત્ર કરવા આ પ્રકારે હાસ્ય કવિ સમેલનના આયોજન કરે છે. જેની વિગતો પત્રકાર પરિષદમાં પુરી પાડવામાં આવી હતી. આ પ્રસંગે રામનારાયણ કાબરા, રામસૂરત લઢા, ગોપાલજી માહેશ્વરી સહિત ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *