ઉતરાયણના દિવસે સૂર્યદેવની આરાધના સાથે આરોગ્યની સુખાકારી માટે રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અંર્તગત ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા 14 મી જાન્યુઆરી 2023 ઉતરાયણના દિવસે 75 સ્થળો (પ્રવાસન, ઐતિહાસિક, શૈક્ષણિક) પર 51 સુર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં વલસાડ જિલ્લામાં 1293 યોગી ભાઈ – બહેનો દ્વારા 51 સુર્ય નમસ્કાર કરી ઉતરાયણના દિને ઉગતા સુર્યને નમન વંદન અપર્ણ કર્યું હતું,
ભારતીય સંસ્કૃતિમાં પૃથ્વી પર જીવન પ્રદાતા ભગવાન તરીકે પૂજાતા સૂર્યનારાયણનું દક્ષિણ આયાનમાંથી ઉત્તર આયાનમાં જવાના પર્વને ઉતરાયણ તરીકે પુરાતન કાળથી ઉજવવામાં આવે છે, જેનો ઉમદા હેતુ ગુજરાતના તમામ નાગરિકોના સ્વાસ્થય, સુખાકારી, યોગ પ્રત્યે જાગૃતિ તેમજ પ્રચાર પ્રસાર અંગેનો છે. આ માટે આર.એસ ઝુનઝૂનવાલા ઈન્ટરનેશનલ સ્કૂલ વાપી સિલવાસા રોડ, વાપી ખાતે 51 સૂર્યનમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવા આવ્યું હતું,
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નિલેશભાઈ રાઠોડ મેનેજિંગ ટ્રસ્ટી આર.એસ.ઝુનઝુનવાલા ઈન્ટરનેશનલ સ્કૂલ તેમજ વાપી નગરપાલિકા શાસક પક્ષના નેતા જયેશભાઈ કંસારા વાપી નગરપાલિકાના બાંધકામ સમિતિના અધ્યક્ષ, હરીશ આર્ટ વાપીના ડાયરેક્ટર હરીશભાઈ તેમજ વિઠ્ઠલભાઈ પટેલ માજી ઉપ પ્રમુખ વાપી નગરપાલિકા ખાસ ઉપસ્થિત રહ્યા હતા, ખૂબ જ ઉત્સાહ અને ઊર્જાથી 51 સૂર્ય નમસ્કાર માટે બાળકો, બહેનો,ભાઈઓ તથા વડીલો જોડાયા હતા,
વલસાડ જિલ્લાના કોઓર્ડીનેટર પ્રીતિબેન પાંડે તથા સીનીયર યોગ કોચ નિલેશ કોસીયાના માર્ગદર્શન હેઠળ શીતલ ત્રિગોત્રા એ આ આયોજન કર્યું હતું, જેમા ધીરુભાઈ પટેલ, ગોપાલભાઈ મહેતા, માયાબેન ગોડગે, જયશ્રીબેન યાદવ તથા કિરણ બેન એક સહકાર આપ્યો હતો. આ આયોજનમાં યોગ જાગૃતિ લાવવા તેમજ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી વલસાડ જિલ્લાને ગુજરાતમાં પ્રથમ ક્રમે લાવવા માટે યોગ કોચ, યોગ ટ્રેનર, યોગ સાધક, સોશિયલ મીડિયા પ્રભારી તેમજ સ્વયંસેવકોએ ખૂબ જ મહેનત કરી હતી,