Friday, January 31News That Matters

ગુજરાત રાજ્યનાં ફાઈનાન્સ, એનર્જી અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઇએ ઉમરગામ GIDC માં નિર્માણાધિન UIA હોસ્પિટલ પ્રોજેક્ટની કામગીરી નિહાળી

ગુજરાત રાજ્યનાં કેબિનેટ મંત્રી (ફાઈનાન્સ, એનર્જી અને પેટ્રોકેમિકલ્સ) કનુભાઈ દેસાઈએ, આજરોજ ઉમરગામ નગરપાલિકામાં અંદાજીત 30 કરોડના વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાપર્ણ કર્યું હતું. આ પસંગે ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (UIA) ના પ્રમુખ નરેશ બાંથિયા સાથે વિશેષ મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમ્યાન ઉમરગામ GIDC વિસ્તારનાં 52 હેક્ટરમાં આકાર લઇ રહેલી UIA હોસ્પિટલ પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી.

UIA પ્રમુખ નરેશ બાંથિયા અને અન્ય UIA ના હોદ્દેદારો સાથે UIA હોસ્પિટલ ખાતેની મુલાકાત દરમ્યાન તેની કામગીરી નિહાળી હોસ્પિટલમાં કેવી સુવિધાઓ ઉપલબ્ધ થવાની છે. તે અંગેની વિગતોથી અવગત થયા હતાં.

નાણામંત્રી કનુભાઈ દેસાઈની UIA ટીમને સાથેની  આ સરપ્રાઈઝ વિઝીટ વખતે ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનાં મેનેજીંગ ડિરેક્ટર સંતોષ રસિકલાલ રવેશિયા, UIA પ્રમુખ નરેશ બાંથિયા, તાહેર વોહરા (માન. સચિવ) આશિષ એચ શાહ (ખજાનચી) કેતન જે પંચાલ (એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર) વિપુલ એમ. પંચાલ (એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર) તથા વીઆઈએ (વાપી ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશન)નાં પ્રમુખ સતિષ પટેલ અને મિહિર સોનપાલ હાજર રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *