સંઘ પ્રદેશ દમણમાં આવેલી દુબઇ માર્કેટ સામે ટેક્સી સ્ટેન્ડ ની બાજુમાં વિદેશ કપડાં સહિત વિવિધ વસ્તુઓનું વેંચાણ કરતા મુન સ્ટાર નામના મોલમાં GSTના અધિકારીઓએ સંચાલક દ્વારા GSTમાં થતી ચોરીને અટકાવવા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. મોડી રાતથી બીજા દિવસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. અન્ય રાજ્યો અને અન્ય દેશોની મોંઘીદાટ વસ્તુઓના વેચાણ સામે GST ઓછો ભરાતો હોવાની માહિતીના આધારે GSTના અધિકારીઓએ સર્ચ હાથ ધર્યું હતું. જેમાં મોટી કરચોરી બહાર આવે તેવી શકયતા વર્તાઈ રહી છે.
આ ઓપરેશનમાં GST અધિકારીઓએ દુકાનદાર દ્વારા ખરીદવામાં આવેલ ચીજવસ્તુઓના ખરીદ વેચાણના બિલ અને સ્ટોક સહિતની વસ્તુઓ ચેક કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે કપડાં, બુટ સહિત વિવિધ લકઝરી આઈટમ નો મોલ ધરાવતા મુન સ્ટારમાં GST ની રેઇડને લઈને દમણના અન્ય વિસ્તારમાં GST ચોરી કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.