વાપીમાં કેસરિયા હિન્દુવાહિની સંગઠન દ્વારા સંગીતમય રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. વાપીમાં આવેલ અંબા માતા મંદિર ખાતે આ રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. જે 16 મી ફેબ્રુઆરીથી 24મી ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. સંગીતમય રામકથામાં આચાર્ય વિનોદ મહારાજ શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે. જેવો અયોધ્યા ધામ થી આ રામ કથાનું રસપાન કરાવવા ખાસ ઉપસ્થિત રહેશે.
16મી ફેબ્રુઆરીએ શરૂ થનારા રામકથા ના પ્રથમ દિવસે 7:30 વાગ્યે કળશ સ્થાપન કરાશે. દરરોજ બપોરના ત્રણ વાગ્યાથી રાત્રિના આઠ વાગ્યા સુધી કથાનું રસપાન કરવામાં આવશે. આ કથા શ્રવણ માટે વાપીની ધર્મપ્રિય જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે તેવી અપીલ સંસ્થાના આગેવાનોએ કરી હતી.
કથાના આયોજનને લઈ જિલ્લા અધ્યક્ષ વિનોદ તિવારી, મહાસચિવ અજીત પાંડે, જિલ્લા ઉપાધ્યક્ષ સંતોષ વેનવંશી, શાનેશ તિવારી, સતીશકુમાર સરોજ, શનિ સિંહ દ્વારા તૈયારીઓ આટોપવામાં આવી રહી છે. આ કાર્યક્રમ અંતર્ગત ગુંજન વિસ્તારમાં આવેલ અંબા માતા મંદિરના પટાંગણમાં પૂરજોશમાં તૈયારીઓ આરંભાય છે. જેમાં મહિલા મોરચાની ટીમ પણ જોડાય છે. મહિલા મોરચા ટીમના જિલ્લા અધ્યક્ષ નીતા સિંહ, જિલ્લા ઉપાધ્યક્ષ હીરામણી શર્મા, જિલ્લા સંગઠન મંત્રી આરાધના સિંહ જિલ્લા સચિવ અને તાલુકા અધ્યક્ષ દીપ્તિસિંહ સહિતની મહિલાઓએ પણ સમગ્ર કથા દરમિયાન શ્રોતાઓ માટે બેસવા સહિતની તમામ વ્યવસ્થા ઉભી કરવામાં વ્યસ્ત છે.
સંગીતમય રામકથાના અંતિમ દિવસે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કથા સંગીતમય રામકથા હોય ભગવાન રામના જીવન ચરિત્ર ના વિવિધ પ્રસંગોની કથામાં ઉજવણી કરવામાં આવશે. હાલ આ કથા ના આયોજનને લઈને રાષ્ટ્રીય અધ્યક્ષ ઉમેસચંદ તિવારી, રાષ્ટ્રીય સંગઠન મંત્રી નંદકિશોરસિંહ, રાષ્ટ્રીય મહાસચિવ યુવા મોરચાના રાકેશ તિવારી, પ્રદેશ અધ્યક્ષ અશોક તિવારી, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વિકાસ તિવારી, પ્રદેશ મહાસચિવ વસંત પરમાર, ગુજરાત કોઓર્ડીનેટર ગીતાબેન પટેલ, પ્રદેશ અધ્યક્ષ મહિલા મોરચાના સુનીતા તિવારી, પ્રદેશ ઉપાધ્યક્ષ મહિલા મોરચાના અરુણા દેસાઈ સહિતની મહિલાઓ અને પુરુષો તમામ તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે.