થોડા વર્ષ પહેલા ચલા PHC ને આવી જ શબઘર (mortuary) કોલ્ડ રૂમની ભેટ મળી હતી. જે હવે મેઇન્ટેનન્સ અભાવે મૃતદેહોની દુર્ગંધ ફેલાવે છે….!
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત, શનિવારે ઇન્ડસ્ટ્રીઅલ એસ્ટેટ ચેરીટેબલ ટ્રસ્ટ (શ્રી અંબા માતા મંદીર વાપી) તરફથી વાપીમાં આવેલ છીરી PHC ને ટીબીની તપાસ માટે True NAAT મશીન આપવામાં આવ્યું છે, જેનું લોકાર્પણ કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. અત્રે નોંધનીય છે કે, વાપીમાં ચલા PHC ખાતે થોડા વર્ષ પહેલાં આવી જ એક પહેલ મૃતદેહોને સાચવવા શબઘર (mortuary) કોલ્ડ રૂમ આપી કરી હતી. આ ભેટ પણ ધારાસભ્ય કનુભાઈ દેસાઈના હસ્તે આપવામાં આવી હતી. જો કે તે બાદ તેના મેઇન્ટેનન્સ માં હોસ્પિટલ સત્તાવાળાઓએ અને નગરપાલિકા વાપીના સત્તાધીશો, અધિકારીઓએ હાથ ઉપાડી લેતા હવે તે મૃતદેહોની દુર્ગંધ ફેલાવે છે. જો કે આ અસહ્ય દુર્ગંધથી અને કોલ્ડરૂમમાં સડતા મૃતદેહોથી વ્યવથીત થયેલા ઇન્તેખાબ ખાન નામના સેવાભાવીએ પોતાના ખર્ચે કોલ્ડ રૂમના કોમ્પ્રેસર ને બદલી હાલમાં વપરાશ લાયક બનાવ્યું છે.
છીરી PHC ને મળેલી ભેટ પ્રસંગે VIA ના પ્રમુખ સતિષભાઈ પટેલ, નોટીફાઈડ એરિયા ઓથોરિટી વાપી ના ચેરમેન હેમંતભાઈ પટેલ, VIA ના એડવાઈઝરી બોર્ડ મેમ્બર્સ એવા યોગેશભાઈ કાબરિયા અને મિલનભાઈ દેસાઈ, VIA ના માનદમંત્રી કલ્પેશભાઈ વોરા, ઇન્ડસ્ટ્રીઅલ એસ્ટેટ ચેરીટેબલ ટ્રસ્ટ (શ્રી અંબા માતા મંદીર વાપી) ના ચેરમેન એ.કે.શાહ, ટ્રસ્ટીઓ જેવા કે કાંતિભાઈ હરિયા, કમલેશભાઈ પટેલ, વીરેન્દ્રભાઈ પટેલ, રમેશભાઈ શાહ, મારૂતિભાઈ ભટ્ટ, છીરીના સરપંચ નુરુદ્દીન ચૌધરી, વાપી તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ પટેલ, વાપી નગરપાલિકા ના કારોબારી સભ્ય મિતેશભાઈ દેસાઈ તથા ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર ડૉ.કે.પી.પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, દાતાઓ સ્વાસ્થ્યને શુદ્ધડ બનાવવા આવી પહેલ કરે તે બિરદાવવા લાયક છે પરંતુ, તે બાદ જો તેનો રખરખાવ કઈ રીતે થશે, તેની જવાબદારીમાંથી હાથ ખંખેરી લે તો એવી સેવા વખોડવાને લાયક ગણાય, આશા રાખીએ કે ફોટો પડાવવા થતા સેવાના આયોજનમાં જેટલો ઉત્સાહ ઉદ્યોગપતિઓ બતાવે છે તેટલો ઉત્સાહ તે સેવા અવિરત રહે તેના પ્રયાસમાં પણ દાખવે.