વાપી નગરપાલિકા વિસ્તારમાં 1.91 કરોડના ખર્ચે અન્ડરગ્રાઉન્ડ કેબલિંગ પ્રોજેકટનું ખાત મુહરત કરવા આવેલા નાણાપ્રધાન કનું દેસાઈએ જણાવ્યું હતું કે, ગુજરાતે સૌર ઊર્જા ક્ષેત્રે પ્રથમ સ્થાન મેળવ્યું છે. ગિફ્ટ સીટી સમગ્ર ભારતનું સૌથી મોટુ આર્થિક વ્યવસાયનું કેન્દ્ર બનશે. હાલમાં રસ્તાઓ પર પડેલા ખાડાઓમાં 70 થી 80 ટકા ખાડા ભરાઈ ગયા છે.
ડિસ્ટ્રિબ્યુશન ઇનફ્રાસ્ટ્રક્ચર શિક્ટિંગ સ્કીમ (DISS) અંતર્ગત વાપી નગરપાલિકામાં વીજ પુરવઠો પૂરો પાડતાં બે 11KV ઓવરહેડ ફીડરોને અંડરગ્રાઉન્ડ કરવા માટેના પ્રોજેકટનું નાણાપ્રધાન કનું દેસાઈના હસ્તે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કનું દેસાઈએ જણાવ્યું હતું કે, ગાંધીનગર નજીક આકાર લેનાર ગિફ્ટ સીટી સમગ્ર ભારતનું સૌથી મોટુ આર્થિક વ્યવસાયનું કેન્દ્ર બનશે. અહીં વિદેશની યુનિવર્સિટીઓ આવશે. એટલે દેશના વિદ્યાર્થીઓ વિદેશ જવાને બદલે ગુજરાતમાં જ ગિફ્ટ સીટી ખાતે વિવિધ ફાઇનાન્સિયલ અભ્યાસક્રમોનો અભ્યાસ કરી શકશે. તો, સાથે જ ભારત દેશ વિશ્વનો સૌથી વધુ સોનુ વાપરતો દેશ હોય બુલિયન બજારમાં સોનાની નિર્ધારિત કિંમત નક્કી કરવામાં અગ્રીમ ભૂમિકા ભજવતો દેશ બનશે.
નગરપાલિકા વિસ્તારમાં કુલ 1.91 કરોડના ખર્ચે કુલ 2.891 કી.મી.ની હાઇટેન્શન ઓવરહેડ વીજલાઇનને 7.394 કી.મી. અંડરગ્રાઉન્ડ કેબલ દ્વારા ભૂમિગત કરાશે. આ પ્રસંગે કનું દેસાઈએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં આવેલ ઉત્તર, મધ્ય, પશ્ચિમ અને દક્ષિણ ગુજરાત વીજ સંસ્થાનો દ્વારા સૌર ઊર્જા ક્ષેત્રે મહત્વની કામગીરી કરી દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. વીજ કટોકટીમાં પણ ગુજરાતમાં વીજ કટોકટી આવી નથી.
તો, હાલના વરસાદમાં જિલ્લા અને રાજ્યના તમામ મુખ્ય માર્ગો ખાડા માર્ગ બન્યાં છે. જે અંગે ચોમાસાનો 4 મહિનાનો વરસાદ માત્ર 15 દિવસમાં પડી જતા રસ્તાઓ ધોવાઇ ગયા છે. તેની પુરાણ કામગીરી શરૂ કરી દીધી છે. અત્યાર સુધીમાં 70 થી 80 ટકા ખાડાઓને પુરી દેવામાં આવ્યાં છે. તેમજ દર ચોમાસે જે માર્ગ પર ખાડાઓ પડે છે તે માર્ગને RCC બનાવવામાં આવશે. તેવું નિવેદન આપ્યું હતું.
અન્ડરગ્રાઉન્ડ કેબલિંગ પ્રોજેક્ટના ખાતમુહરત અંગે જણાવ્યું હતું કે, વલસાડ જિલ્લામાં ઉમરગામ, પારડી, ધરમપુર જેવી આદિવાસી વિસ્તારની નગરપાલિકાઓમાં હાલમાં જ 50 કરોડના ખર્ચે અન્ડરગ્રાઉન્ડ કેબલિંગનું કામ મંજુર થયું છે. વાપી જૂનું શહેર હોય અહીં પાલિકાની રજુઆત બાદ શહેરના તમામ હાઈટેંશનના લટકતા વીજ વાયરને ઉતારી અન્ડરગ્રાઉન્ડ કરવામાં આવશે. આગામી દિવસોમાં ફિશ માર્કેટ, ઓડિટોરિયમ ઉપરાંત ઓવરબ્રિજ, અન્ડરપાસ, વરસાદી ડ્રેનેજ લાઇનના અયોજનો છે.
આ પ્રસંગે વાપી નગરપાલિકા દ્વારા નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ દ્વારા વાપી સહિત વલસાડ જિલ્લાના વિકાસના અનેક કાર્યોને વેગ મળ્યો હોય મોમેન્ટો આપી સાલ ઓઢાડી સન્માન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, વાપીમાં બલિઠા-વાપી ખાતેના 11 KVના 2 ફીડર હેઠળ 7473 ઘર વપરાશના ગ્રાહકો છે. 1588 વાણિજ્ય હેતુ વપરાશ કરતા ગ્રાહકો છે. 7 ઔદ્યોગિક હેતુ વપરાશ કરતા ગ્રાહક, 48 અન્ય હેતુ વપરાશ કરતા ગ્રાહક મળીને કુલ 9110 વીજ ગ્રાહકોને આ યોજના અંતર્ગત લાભ મળશે. વરસાદ, પવન, પક્ષીઓ, વૃક્ષોની ડાળી પડવાથી થતાં વીજ લાઇનના ફોલ્ટ નિવારી શહેરીજનોને અવિરત વીજ પ્રવાહ મળતો થશે. કાર્યક્રમમાં પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, ચીફ ઓફિસર સહિત પાલિકા સભ્યો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતાં.
You ought to take part in a contest for one of the best websites on the net. I am going to highly recommend this website!