વાપી GIDC માં 3rd ફેઈઝમાં આવેલ વાઈટલ હેલ્થકેર લેબોરેટરીઝ કંપનીના કર્મચારીને વાલ ની ચોરીમાં માર મારવાના મામલામાં વાપી GIDC પોલીસે ફરિયાદી સુનિલ જવાહરલાલ સરોજની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
વાપી GIDC માં નોંધાયેલ ફરિયાદ મુજબ વાપી GIDC માં 3rd ફેઝમાં આવેલ વાઈટલ કંપનીમાં 9 વર્ષથી મશીન ઓપરેટરનું કામ કરતા સુનિલ સરોજ નામના શ્રમિકને વાલ્વ ચોરીની શંકામાં કંપનીના મેનેજર શંકર બજાજ, સંજય ડોડીયા, લેબર કોન્ટ્રકટર રાહુલ અને સિક્યુરિટી સુપરવાઈઝર રાહુલે તેને ગોંધી રાખી કંપનીમાં માર માર્યો હતો. જે બાદ રાહુલ કોન્ટ્રાક્ટરે તેને બાઇક પર બેસાડી છીરીની એક રૂમમાં પુરી ઢોર માર માર્યો છે.
આ ફરિયાદ આધારે વાપી GIDC પોલીસે IPC 323, 342, 506(2), 114 મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. જેમાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પોલીસે ઘટનાની તપાસ સંદર્ભે કંપનીના CCTV ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી છે. જેમાં સુનિલ સરોજ અને તેની સાથેના હરિ મંગલ સહિતના કર્મચારીઓએ વાલ્વની ચોરી કરી હોવાની પુષ્ટિ મળી છે. તો, જ્યારે ઘટનામાં મેનેજર શંકર બજાજ અને રાહુલ ડોડીયા તે સમયે ત્યાં હાજર ના હોવાની અને માત્ર રાહુલ નામના સિક્યુરિટી સુપરવાઈઝર અને લેબર કોન્ટ્રાકટર રાહુલ બે વ્યક્તિઓ જ કર્મચારીને માર મારતા હોય તેની પણ પુષ્ટિ થઈ છે.
જો કે પોતાના કેસને મજબૂત કરવા માટે ફરિયાદી સુનીલે કોઈ અન્યના ઈશારે મેનેજર શંકર બજાજ અને સંજય ડોડીયા ના નામનો ઉલ્લેખ કર્યો હોય તેવી શંકા સૂત્રોએ સેવી છે. ચકચાર જગાવતી આ ઘટના અંગે શરૂઆતમાં જ વાઈટલ કંપનીના શંકર બજાજ અને સંજય ડોડીયાનો સંપર્ક કરી વિગતો મેળવવા પ્રયાસ કરતા તેઓએ કોઈ કર્મચારીને માર માર્યો નથી. પરંતુ, કંપનીમાં છેલ્લા આઠેક મહિનાથી 10 હજારની કિંમતના 25થી વધુ વાલ્વ ચોરાયા હતા જે ધ્યાને આવ્યા બાદ કંપની ના લેબર કોન્ટ્રાકટર રાહુલને ચોરી અંગે ચેતવણી આપી હતી.
રાહુલે તે બાદ તે અંગે વોચ ગોઠવતા તેના 2 કર્મચારીઓ પૈકી એક કર્મચારી વાલ્વ ને ચોરીછુપીથી લઈ જતા પકડાયો હતો. અને તેની પૂછપરછ કરતા તેણે સુનિલ સરોજનું નામ આપ્યું હતું. એટલે આ મામલે તેઓએ નહિ પરંતુ કોન્ટ્રાકટર રાહુલે શ્રમિકને માર માર્યો હોય શકે એવું જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, કર્મચારીને ચોરીની શંકા આધારે પોલીસને જાણ કરી યોગ્ય તપાસ ની કાર્યવાહી કરાવવાને બદલે લેબર કોન્ટ્રાકટર, સિક્યુરિટી સુપરવાઈઝરે કાયદો હાથમાં લઈ એક કામદારને ઢોર માર્યો હોય આ અંગે હાલ GIDC પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.