Saturday, December 21News That Matters

દમણના મટકા કિંગ સહિતના જુગારિયાઓએ 31st માં કમાણી કરવા અડ્ડાઓ શરૂ કર્યા?

દમણમાં આ વખતે કોવિડ ગાઈડલાઈનને કારણે રાત્રીના 12 વાગ્યે યોજાતી DJ વિથ ફૂડ એન્ડ લિકર પાર્ટી પર પાબંધી લાગી છે. પરંતુ આવા સમયે પણ દમણના મટકા કિંગ ગણાતા સાજને તગડી કમાણી કરવા તેમના અડ્ડા પર તડામાર તૈયારીઓને આખરી આપ આપી ધંધો શરૂ કરી દીધો હોવાની વિગતો સૂત્રો તરફથી સાંપડી છે.
ગુજરાતના વલસાડ જિલ્લાને અડીને આવેલા દમણમાં દર વર્ષે 31મી ડિસેમ્બરે દેવકા બીચ સહિતની હોટેલોમાં પ્રવાસીઓ માટે DJ નાઈટ પાર્ટીનું આયોજન કરવામાં આવે છે. જેમાં ગુજરાતના સુરતીલાલાઓ અને અન્ય શહેરો તેમજ રાજ્યના હજારો પ્રવાસીઓ અવનવી પેકેજ ઓફરમાં 31st લાસ્ટ નાઇટની મજા માણવા આવે છે. શરાબ-શબાબ અને કબાબની આ મહેફિલોમાં જુગાર કલબની પણ ભારે બોલબાલા હોય છે. જેને ધ્યાને રાખી દમણમાં ફરી એક વાર તગડી કમાણી કરવા તંત્રની મીઠી નજર હેઠળ જુગારધામના સંચાલકો સક્રિય થયા છે.
જેમ શ્રાવણ આવે અને દમણમાં ડાભેલ, પાતલિયા, દેવકા બીચ પર જુગાર ક્લબો ધમધમવા માંડે છે તેમ 31મી ડિસેમ્બરની રાત્રે પણ વિશેષ આયોજન સાથે આવી જુગાર ક્લબો સક્રિય થઈ જાય છે. મળતી માહિતી મુજબ દમણમાં મટકા કિંગ તરીકે જાણીતા સાજને સોમનાથમાં કિંગ્સ બાર માં ફરી મટકાનો ખેલ શરૂ કર્યો છે. તો, દમણનાં પાતલીયા, ડાભેલ, કચીગામમાં પણ અનેક જુગારના અડ્ડા ફરી ધમધમતા થયા છે. દમણની મોટી હોટલોમાં પણ વિશેષ બંદોબસ્ત સાથે હાઇપ્રોફાઇલ ગેમ્બલીંગ શરૂ થઇ ગયું છે. જેમાં સૌરાષ્ટ્ર-ગુજરાત અને મહારાષ્ટ્રથી શોખીન લોકો જુગાર રમવા આવી રહ્યા છે. કેટલાક હાઈ પ્રોફાઈલ જુગારધામમાંં તો ખાસ જુગારિયાઓને વિશેષ પ્રલોભન આપી આમંત્રણ અપાઈ રહ્યા છે. 
ચાલતી ચર્ચા મુજબ જુગારના અડ્ડા ચલાવતાં મોટા માથાઓએ પોતાનું સેક્શન નક્કી કરી 31st માં તગડી કમાણી કરવા સંપૂર્ણ આયોજન ગોઠવી લીધું છે. વિગતો મુજબ સાજને પડદા પાછળ રહીને આખા દમણમાં ઠેરઠેર જુગારની હાટડીઓ શરૂ કરાવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાતલીયા ડાભેલમાં હાઇપ્રોફાઇલ જુગારધામ શરૂ થયા છે. પાતલીયામાં નામચીન માનાજીએ તેમજ કાનજી અને જગદીશ નામના ઇસમોએ તો,
દમણનાં દેવકામાં ચાલતાં જુગારધામ ઉપર સાજનનાં માણસો ઇબ્રાહીમ ભુરીયો, પ્રવિણ, અકીલ મોટો જુગાર રમાડવા સજ્જ થઈ ચૂક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *