Sunday, December 22News That Matters

ભિલાડ-સરીગામ યુવાનો દ્વારા ‘એક શામ શહીદો કે નામ’ કાર્યક્રમમાં એકત્ર કરેલું ફંડ શહીદ જવાનોના પરિવારોને અર્પિત કર્યું

ગત 15મી ઓગસ્ટ 2022ના વલસાડ જિલ્લાના ભિલાડ ખાતે યુવા સંગઠન ભિલાડ-સરીગામ દ્વારા એક શામ શહીદો કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શહીદ જવાનોના પરિવારોને મદદરૂપ થવાના ઉદેશયથી આયોજિત આ કાર્યક્રમમાં દાતાઓ પાસેથી ફંડ એકત્ર કરવામાં આવ્યું હતું. જે તમામ રકમ 8મી જાન્યુઆરીએ વાંસદા ખાતે આયોજિત માજી અર્ધ સૈનિક બલના સ્નેહમિલનમાં ઉપસ્થિત રહી 10 શહીદ જવાનોની વિધવાઓને સુપ્રત કરી આર્થિક મદદ પુરી પાડી હતી. વાંસદામાં શ્રદ્ધા મંદિર ખાતે માજી અર્ધ સૈનિક બલના સ્નેહમિલન પ્રસંગે જ આ રકમ શહીદ જવાનોના પરિવારને સુપ્રત કરતા તમામે યુવા સંગઠનનો આભાર વ્યક્ત કર્યો હતો.

 

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં પત્રકારત્વક્ષેત્રે કાર્યરત ભિલાડના પ્રકાશ ઉપાધ્યાય,સરીગામના અમિત રાજપૂત, વાપીના મેરૂ ગઢવી દ્વારા 8મી જાન્યુઆરીએ વાંસદાના કાવડેજ ખાતે આવેલ શ્રદ્ધા મંદિરે માજી અર્ધ સૈનિક બળના જવાનોને મળી શહીદ જવાનોની 10 વિધવાઓને 50 હજારની રકમ સહાયરૂપે અર્પણ કરી હતી.જવાનોના પરિવારને આર્થિક મદદ કરવાની ભાવનાથી અપાયેલ આ રકમ ગત 15મી ઓગસ્ટ 2022ના ભિલાડ ખાતે ઉમરગામમાં કાર્યરત પત્રકારો દ્વારા આયોજિત એક શામ શહીદો કે નામ કાર્યક્રમ અંતર્ગત દાતાઓ તરફથી એકત્ર કરવામાં આવી હતી.

 

ઉમરગામ તાલુકાના અને વલસાડ જિલ્લાના પત્રકારો દ્વારા આયોજિત એક શામ શહીદો કે નામ કાર્યક્રમને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો.આ કાર્યક્રમમાં અર્ધ લશ્કર સંગઠનના જવાનો ખાસ ઉપસ્થિત રહ્યા જતા. જેઓને આમંત્રિત ઉદ્યોગપતિઓ, સામાજિક,રાજકીય આગેવાનોએ સન્માનિત કર્યા હતાં. જેમાં 50 હજારનું ફંડ એકત્ર થયું હતું.જે ફંડ દેશની રક્ષા કાજે શહીદ થયેલ જવાનોના પરિવારને આપી આ પરિવારોને આર્થિક મદદ પુરી પાડી હતી.

 

8મી જાન્યુઆરીએ વાંસદાના કાવડેજ ગામે અર્ધ લશ્કર સંગઠનનું સ્નેહ મિલન હતું. જેમાં ઉપસ્થિત શહીદ પરિવારોની વિધવાઓનું સન્માન કરી યુવા સંગઠન ભિલાડ-સરીગામના પ્રકાશ ઉપાધ્યાય, અમિત રાજપૂત,મેરૂ ગઢવી તેમજ અર્ધ લશ્કર સંગઠન ગુજરાત પ્રદેશના જનરલ સેક્રેટરી ખુશાલ વાડું સહિત અન્ય માજી સૈનિકોના હસ્તે એકત્ર ફંડ સુપ્રત કરવામાં આવ્યું હતું.

 

આ પ્રસંગે અર્ધ લશ્કર સંગઠન ગુજરાત પ્રદેશના જનરલ સેક્રેટરી ખુશાલ વાડુંએ તમામનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે,અર્ધ લશ્કર સંગઠન ગુજરાતમાં 40,000 જવાનોનું સંગઠન છે.જ્યારે સમગ્ર ભારતમાં 12 લાખ જવાનો આ સંગઠન સાથે જોડાયેલ છે.આ જવાનોની માંગ છે કે જે જવાન શહીદ થાય તેને શહીદનો દરજ્જો મળે,જવાનોને કેન્ટીનની સુવિધા મળે,હોસ્પિટલમાં સારવારની સુવિધા મળે,સરકારી ગૌચરની જમીન રહેણાંક અને ખેતી માટે મળે.જે બાબતે સરકાર દ્વારા સતત અન્યાય થઈ રહ્યો છે.જેને લઈને વારંવાર ગુજરાત વિધાનસભામાં,દિલ્હીમાં સંસદ ભવનમાં ગૃહ મંત્રીથી માંડીને દરેક મિનિસ્ટર ચીફ મિનિસ્ટરને વાકેફ કરતા આવ્યા છે. તો આ માંગ સરકાર વહેલી તકે પૂર્ણ કરશે તો માજી અર્ધ સૈનિકોને, શહીદ જવાનોના પરિવારને આર્થિક લાભ થશે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *