Friday, October 18News That Matters

વાપીમાં હેરંબા કંપની દ્વારા દિવ્યાંગોને આપ્યા નિઃશુલ્ક કૃત્રિમ હાથ-પગ અને વ્હીલ ચેર

વલસાડ જિલ્લામાં આવેલ વાપી GIDC અને સરીગામ GIDC માં અગ્રણી કેમિકલ ઉદ્યોગ તરીકે જાણીતી હેરંબા ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તેમના CSR ફંડ હેઠળ વાપીના VIA ઓડિટોરિયમ ખાતે દિવ્યાંગો માટે નિશુલ્ક કૃત્રિમ હાથ,પગ, વ્હીલ ચેર, બગલ ઘોડી જેવા સાધનોના વિતરણના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રણ દિવસ ચાલનાર આ કાર્યક્રમમાં 500 જેટલા લાભાર્થીઓ રજીસ્ટર થયા છે. 
વલસાડ જિલ્લામાં હાથ-પગ ગુમાવનાર કે ખોડખાંપણ ધરાવતા વ્યક્તિઓ માટે નિઃશુલ્ક કૃત્રિમ અંગ અને સાધનોના વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વાપી GIDC અને સરીગામ GIDC માં હેરંબા ઇન્ડસ્ટ્રીઝ ધરાવતા કંપનીના ચેરમેન એસ. કે. શેટ્ટી અને MD આર. કે. શેટ્ટી ના માર્ગદર્શન હેઠળ વાપીના VIA ઓડિટોરિયમ ખાતે CSR ફંડ હેઠળ ત્રિ-દિવસીય કેમ્પનું આયોજન કરવામાંં આવ્યું છે.
ભારતની જાણીતી રત્ન નિધિ ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થાના સહયોગમાંં આયોજિત આ ત્રિદિવસીય કેમ્પ અંગે પ્રોજેક્ટ મેનેજર નંદા ઠક્કરે જણાવ્યું હતું કે તેમની સંસ્થા 40 વર્ષ જૂની છે. તે સમગ્ર ભારતમાં વિકલાંગ લોકો માટે વિશેષ બનાવેલા સાધનોના કેમ્પ યોજે છે. વાપીમાં હેરંબા ઇન્ડસ્ટ્રીઝ સાથે 5 વર્ષથી તેઓ જોડાયેલા છે. જે અંતર્ગત આજના આ કાર્યક્રમમાં 400 થી વધુ દિવ્યાંગ લોકોને તેમની સંસ્થાએ બનાવેલ સાધનો પૂરા પાડશે.
તેમણે બનાવેલા સાધનો અંગે તેમણે જણાવ્યું હતું કે પોલિયો જેવા લોકોને ફાયદો કરી તેમના પગ સીધા રહે સારી રીતે ચાલી શકે તે માટે વિશેષ પ્રકારના કેલીપર તૈયાર કર્યા છે. આ કેલીપર સાથે સ્પોર્ટ્સ શુઝ પણ આપી રહ્યા છે. એ જ રીતે આર્ટિફિશિયલ જયપુર ફૂટનું પણ તેઓ વિતરણ કરે છે. મોટે ભાગે જે લોકોના પગ અકસ્માતમાં કપાઈ ગયા હોય અથવા તો સુગર, કેન્સર, ગેગરીન કે ઇન્ફેક્શનને કારણે પગ કાપવાની નોબત આવી હોય તેવા દિવ્યાંગ વ્યક્તિઓને તેમની સંસ્થા જયપુર ફૂટ પૂરા પાડે છે. તેમને ફરી ચાલતા કરે છે.
એ જ રીતે આ નિઃશુલ્ક વિતરણ કાર્યક્રમમાં આવા 400 થી વધુ દિવ્યાંગોનું રજીસ્ટ્રેશન થયું છે. જેઓને હેરંબા કંપનીના સહયોગમાં કૃત્રિમ હાથ-પગ પૂરા પાડવામાં આવી રહ્યા છે. તેમજ જે લોકો ચાલી નથી શકતા તેવા લોકો માટે વ્હીલ ચેર અથવા જે લોકો ચાલી શકે છે પરંતુ તેવા લોકોને સહારા ની જરૂર હોય તેવા લોકો માટે બગલ ઘોડી સહિતના સાધનોનું વિતરણ કરે છે.
ઉલ્લેખનીય છે કે તારીખ 29 ઓગસ્ટ થી 31 ઓગસ્ટ સુધી એમ ત્રીદિવસીય આ નિશુલ્ક કેમ્પ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વલસાડ જિલ્લાના દિવ્યાંગ લાભાર્થીઓએ લાભ લીધો છે. સંસ્થાના જણાવ્યા મુજબ હાલમાં મોટેભાગે જયપુર ફૂટની અને પોલિયો જેવા કેસમાં વપરાતા કેલીપરની ડિમાન્ડ વધુ જોવા મળી છે. કાર્યક્રમને સફળ બનાવવા હેરંબા ઇન્ડસ્ટ્રીઝના મેનેજર રૂપેશ વેગડા, મીનેશ પંડ્યા સહિતના સ્ટાફે ઉત્તમ વ્યવસ્થા કરી દિવ્યાંગ લાભાર્થીઓને મદદરૂપ બન્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *