Friday, October 18News That Matters

સોળસુંબા ગ્રામ પંચાયતમાં કરોડોનો ભ્રષ્ટાચાર કરનાર પૂર્વ સરપંચ અમિત પટેલ, સરપંચ બલદેવ સુરતીને હોદ્દા પરથી દૂર કરાયા…?

વલસાડ જિલ્લામાં કરોડોના ભ્રષ્ટાચાર મામલે ચર્ચાની એરણ પર રહેલા ઉમરગામ તાલુકાની સોળ સુંબા ગ્રામ પંચાયતના વર્તમાન સરપંચ બલદેવ સુરતી અને પૂર્વ સરપંચ અમિત પટેલને હોદ્દા ઉપરથી કાયમી દૂર કરતા તેમજ આ કરોડોના ભ્રષ્ટાચાર માં સામેલ તલાટી ને સસ્પેન્ડ કરતો આદેશ આપતા જિલ્લાની ગ્રામ પંચાયતોમાં હડકંપ મચી ગયો છે

વલસાડના ઉમરગામ તાલુકાના સોળસુંબા ગ્રામ પંચાયત માં 3.5 કરોડનો ભ્રષ્ટાચાર આચરવાના ગુન્હામાં જિલ્લા વિકાસ અધિકારીએ વર્તમાન સરપંચ બલદેવ સુરતી અને સસ્પેન્ડ ઉપસરપંચ કમ પૂર્વ સરપંચ અમિત પટેલને હોદ્દા ઉપરથી કાયમી દૂર કરતો આદેશ કર્યો છે. આ પ્રકરણમાં સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ તલાટી ને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, થોડા મહિના અગાઉ ગ્રામ પંચાયત ઉપર એસીબીની સફળ ટ્રેપ થઈ હતી. જેમાં અમિત પટેલ વતી તેનો ફોલ્ડરિયો રૂપિયા લેતા રંગે હાથ ઝડપાયા હતા. આ પ્રકરણે જિલ્લામાં ભારે ચકચાર જગાવી હતું.

જે બાદ ઉમરગામ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીએ સમગ્ર મામલાની તપાસ કરતા સરકારશ્રીની જમીન ઉપર ગેરકાયદેસર રીતે દુકાનો બાંધી લોકો પાસે દુકાનના રૂપિયા 3.5 કરોડ લઈ ખોટા બેંક એકાઉન્ટ દ્વારા પોતાના ગજવે રૂપિયા કરી લેતા અધિકારી અક્ષય સિંહ રાજપૂતે કાનૂની પગલાં લેતા સરપંચ બલદેવ, સસ્પેન્ડેડ અમિત પટેલ, તલાટી કમ મંત્રી ભૂગર્ભ માં ચાલી ગયા હતા.

જો કે આ ફરાર લોકો સામે જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની દ્વારા એક પરિપત્ર જાહેર કરી તમામ ઉપરોક્ત લોકોને કાયમી ધોરણે પોતાના હોદ્દા ઉપરથી દુર કરતા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.

ઉલ્લેખનીય છે કે, વેવજી ગ્રામ પંચાયત અને સોળ સુંબા ગ્રામ પંચાયત વચ્ચે ચાલતા સરહદી વિવાદમાં પણ ભેરવાયેલ પૂર્વ સરપંચ અમિત પટેલ ACB ના ટ્રેપમાં સપડાઈ ચુક્યો છે. જે બાદ તેને સસ્પેન્ડ કરી તેના સ્થાને બળદેવ સુરતીને સરપંચપદ આપવામાં આવ્યું હતું. હવે શોપિંગ સેન્ટરના ભ્રષ્ટાચાર માં તેની પણ સંડોવણી સાથે તલાટી કમ મંત્રી સામે પણ ફરિયાદ થતા તેઓ ફરાર છે.

જેથી ગામલોકોની ચિંતા વધી છે કે, પંચાયત ના કામકાજ હવે કોણ કરશે. આ માટે સરકાર વહીવટદારની નિમણૂક કરે અને પંચાયત માં જ્યાં તમામ અગત્યના દસ્તાવેજ રાખવામાં આવે છે તે રૂમનો કબજો લઈ લે તે હિતાવહ છે. લોકોને શંકા છે કે જો વહીવટદાર ની નિમણૂક બાદ અગત્યના દસ્તાવેજ કબ્જે નહિ કરે તો એ ચોરી થવાના અથવા તેમાં છેડછાડ થવાની શકયતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *