Tuesday, October 22News That Matters

વલસાડના ફૂડ સેફટી ઓફિસરને 60 હજારની લાંચ લેવી મોંઘી પડી, ACB એ 2ને દબોચી લીધા

વલસાડ જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ માં ફરજ બજાવતા અધિકારીએ બેકરી પ્રોડકટસના મેન્યુફેકચરીગ માટેના લાઈસન્સ પેટે એક ફરિયાદી પાસે 60 હજારની લાંચ માંગી હતી. જે બાબતે ફરિયાદીએ ACB ને જાણ કરતા ટ્રેપિંગ અધિકારી બી. ડી. રાઠવાની ટીમે એક પુરુષ અધિકારી અને એક મહિલા અધિકારી મળી બને લાંચીયા અધિકારીઓને પૈસા લેતી વખતે દબોચી લીધા હતાં.

 

આ અંગે વલસાડ ACB એ વિગતો આપી હતી. કે, વલસાડમાં ફુડ & ડ્રગ્સ કંટ્રોલ એડમીસ્ટેશન વિભાગમાં વર્ગ – 2માં ફરજ બજાવતા સિનિયર સેફટી ઓફિસ દિવ્યાંગ કુમાર બાલકૃષ્ણભાઇ બારોટ અને ફુઉડ સેફટી ઓફિસર વર્ગ 3માં ફરજ બજાવતા જ્યોતિબેન  કિશોરભાઇ છનાભાઇ ભાદરકાએ ફરીયાદીની ફેકટરીમાં બેકરી પ્રોડકટસના મેન્યુફેકચરીગ માટેના લાઈસન્સ બાબતે ફેકટરીમાં હેરાનગતિ નહીં કરવા બાબતે વાર્ષિક હપ્તા પેટે 50 હજારની તથા ડુંગરી ખાતે આવેલ ફરીયાદીના સાળાની બેકરીના વાર્ષિક હપ્તા પેટે રૂપીયા 10 હજારની લાંચ માંગી હતી.

 

 

જે લાંચની રકમ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી બારોટ તથા જયોતીબેનને આપવામાં નહિ આવે તો તેઓ ફરીયાદીની ફેકટરીના પ્રોડકટના સેમ્પલો ફેલ કરી તેઓને હેરાન પરેશાન કરશે તેવી વ્યવહારની કૂલ રકમ રૂ.60 હજારની લાંચ આપવા નહિ માંગતા ફરીયાદીએ ACB નો સંપર્ક કરતા ACB ના ટ્રેપીંગ અધિકારી બી ડી રાઠવા, નવસારી એસીબી પોલીસ સ્ટેશનના PI તથા ACB સ્ટાફે PI વી એસ પલાસ અને સુપર વિઝન અધિકારી આર. આર. ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ, સુરતની મદદ અને માર્ગદર્શન માં છટકું ગોઠવ્યું હતું.

 

 

જેમાં લાંચીયા અધિકારી એ વલસાડમાં જેર ફિરોઝ કોમ્પલેક્ષ, કાપડીયા ચાલ, મેંગો માર્કેટ ની સામે,ગરનાળાની નીચે ફરિયાદીને બોલાવી લાંચ ની રકમ સ્વીકારતા ACB ની ટીમે દબોચી લીધા હતાં. બન્ને આરોપીઓને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *