વાપીમાં VIA હોલ ખાતે કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્ટ અને ભાનું ચેમ્પ દ્વારા ફૂડ ફેસ્ટિવલ, ગુજરાતી નાટકનું આયોજન કરાયું હતું. જેમાં ભાનુશાલી સમાજના અબાલ વૃદ્ધ સૌ કોઈએ વિવિધ કચ્છી વાનગી સાથે ગુજરાતી નાટક બ્લાઇન્ડ ડેટની મજા માણી હતી. કાર્યક્રમમાં અંદાજિત 1000થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતાં.
કાર્યક્રમ પાછળના ઉદેશ્ય અંગે ભાનું ચેમ્પના સભ્ય તમન્ના નંદાએ જણાવ્યું હતું કે, કચ્છી ભાનુશાળી મિત્ર મંડળ ટ્રસ્ટ વાપી પ્રેરિત ભાનુ ચેમ્પ દ્વારા રવિવારે વાપીના VIA હોલ ખાતે બ્લાઇન્ડ ડેટ નાટક અને ફૂડ ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવ્યું હતું. આત્મ નિર્ભર ભાનુશાળી સમાજ બનાવવા માટે આ પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં જે ગૃહિણીઓ, પરિવારો પોતાના ઘરે વિવિધ વાનગીઓ બનાવે છે. તેવા પરિવારોને ફૂડ ફેસ્ટિવલમાં આમંત્રિત કરી તેમને સ્ટોલ ફાળવ્યા હતા. જે તમામે વિવિધ પ્રકારની વાનગીઓ ઉપસ્થિત સમાજના લોકોને પીરસી તેમનામાં રહેલી કળાના દર્શન કરાવ્યા હતા.
ફૂડ ફેસ્ટિવલ મારફતે વેપાર ધંધો મળી રહે તે આ ફૂડ ફેસ્ટિવલનો ઉદ્દેશ્ય છે. કાર્યક્રમમાં વાનગીની મોજ સાથે નાટકનો પણ આનંદ ઉઠાવી શકે તે માટે બ્લાઇન્ડ ડેટ નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના આ મેળાવડામાં સમાજના નાગરિકો એકબીજાને મળી શકે મુલાકાતો કરી શકે વેપાર ધંધામાં મદદરૂપ બની શકે તેઓ પ્રયાસ કરવામાં આવ્યો છે.
તો કાર્યક્રમ અંગે ભાનુ ચેમ્પના સભ્ય સુરેશ ભાનુશાળી એ જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં ઉમરગામ થી લઈને નવસારી સુધીના પટ્ટામાં વસતા સમાજના લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે. ભાનુ ચેમ્પ દ્વારા આ બીજો કાર્યક્રમ છે. જેમાં ફૂડ વિક્રેતાઓને તેમના વેપાર ધંધામાં લાભ અપાવી પ્રોત્સાહન પૂરું પાડવા માટેનું ઉદ્દેશ્ય છે. એ સાથે જ તમામ સમાજના લોકો એક જ સ્થળે એકઠા થાય અને કચ્છી રૈયાણ નો આનંદ ઉઠાવી શકે તે હેતુ પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં છે.
ઉલ્લેખનીય છે કે કાર્યક્રમમાં ભાનુશાલી સમાજના 1000થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા જેઓએ ફૂડ ફેસ્ટિવલમાં બનાવેલા ઘુઘરા, દાળ પકવાન, momobile, કચ્છી દાબેલી, પાણીપુરી સેન્ડવીચ અને ચાઈનીઝ વાનગીઓનો આનંદ ઉઠાવ્યો હતો તો સાથે પેટ પકડીને હસાવતા બ્લાઇન્ડ ડેટ નાટક ની મોજ માણી હતી.