ભારતીય સેનાની એક 101 સભ્યોની ટુકડી 22 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર, 2021 દરમિયાન International Military Games-2021 માં ભાગ લેવા માટે રશિયા જવા રવાના થશે.
આ ટીમ વિવિધ સ્પર્ધાઓમાં ઊંચા પહાડી ભૂપ્રદેશ, બરફ વચ્ચે લશ્કરી કાર્યવાહી, સ્નાઈપર એક્શન, રફ ટેરેનમાં કોમ્બેટ એન્જિનિયરિંગ કુશળતા વગેરેમાં પ્રદર્શન કરી Army Scout Masters Competition (ASMC), એલ્બ્રસ રિંગ, પોલર સ્ટાર, સ્નાઈપર ફ્રન્ટીયર અને સેફ રૂટ ગેમ્સમાં ભાગ લેશે ભાગ લેશે.
આર્મીની ટુકડી ઓપન વોટર અને ફાલ્કન હન્ટિંગ ગેમ્સ માટે બે નિરીક્ષકો (બંને રમતોમાં એક એક) નું પણ યોગદાન આપશે, જ્યાં ભાગ લેનાર ટીમો પોન્ટૂન બ્રિજ બિછાવવાની અને UAV ક્રૂની કુશળતાનું પ્રદર્શન કરવામાં આવશે. ત્રણ સ્તરની તપાસ બાદ ભારતીય સેનાની ટુકડી આર્મીની વિવિધ પાંખમાંથી શ્રેષ્ઠ ટીમ પસંદ કરવામાં આવી છે.
આ વાર્ષિક રમતોમાં ભાગ લેવો એ વિશ્વની સેનાઓમાં ભારતીય સેનાની વ્યાવસાયિકતાનું પ્રતિબિંબ છે. આ સ્પર્ધા ભાગ લેનારા દેશોની શ્રેષ્ઠ પદ્ધતિઓનો ઉપયોગ કરીને લશ્કરી-થી-લશ્કરી સહકારને પણ પ્રોત્સાહન આપે છે. અગાઉ જેસલમેરમાં આર્મી સ્કાઉટ્સ માસ્ટર કોમ્પિટિશન 2019માં ભાગ લેનાર આઠ દેશોમાં ભારત પ્રથમ ક્રમે હતું.