ઉત્તરાયણ પર્વ દરમ્યાન દર વર્ષે પતંગની દોરમાં ફસાઈને હજારો પક્ષીઓ મોતને ભેટે છે. તો, મોટી સંખ્યામાં ઘાયલ થાય છે. જેઓને બચાવવા કરુણા અભિયાન અંતર્ગત જીવદયા સંસ્થાઓ દ્વારા ખાસ કેમ્પનું અયોજન કરી ઘાયલ પક્ષીઓની સારવાર કરે છે. ત્યારે, વાપીમાં આ વર્ષે 37 પક્ષીઓને રેસ્કયુ કરનાર સંસ્થાના કેમ્પની રાજ્યના નાણાપ્રધાને મુલાકાત લીધી હતી.
વાપી નોટિફાઇડ મંડળ ખાતે ઉતરાયણ દરમિયાન ઘાયલ થયેલ પક્ષીઓ માટે પ્રાથમિક સારવાર કેમ્પ ની મુલાકાત લેનારા ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈને સંસ્થાના સ્વંયસેવકોએ માહિતી આપી હતી. કેમ્પમાં પક્ષીઓને કઈ રીતે રેસ્કયુ કરીને લાવવામાં આવે છે. કઈ રીતે તેની સારવાર કરવામાં આવે છે. પક્ષીઓને કેટલી ઇન્જરી થઈ છે તે અંગે તમામે વિસ્તૃત માહિતી મેળવી હતી.
કરુણા અભિયાન અંતર્ગત વાપીમાં શ્રી વર્ધમાન સેવા મંડળ વાપી, શ્રી આદિ જીન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઈ, ટીંકુ મેમોરિયલ ટ્રસ્ટ વાપી, રૂદેય ચેરીટેબલ ટ્રસ્ટ જેવી સંસ્થાઓ દ્વારા છેલ્લા 14 વર્ષથી આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે યોજેલા કેમ્પમાં 2 દિવસ દરમ્યાન શહેરના વિવિધ વિસ્તારોમાંથી કબૂતર, બગલા, ઘુવડ, કાબર જેવા પંખીઓ તેમજ સાપ અને ખિસકોલીને રેસ્ક્યુ કરીને બચાવવામાં આવ્યા હતા.
આ અભિયાનમાં પારડી તાલુકા, વાપી તાલુકાના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને પશુપાલન વિભાગનો પણ સહકાર મળે છે. જેમાં પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓને કેમ્પમાં લાવી <span;> મેડિકલી સારવાર, ઓપરેશન કરી દેખરેખ હેઠળ રાખવામાં આવે છે. જેમાં પંખીઓને ઉડવા લાયક થતા નથી ત્યાં સુધી ડોક્ટર નિલેશ રાયચુરાના સેન્ટર હોમ પર રાખી સામાન્ય સારવાર અપાય છે.