Sunday, December 22News That Matters

વાપીમાં Sanvi Hyundai શૉ-રૂમનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરાયું ઉદ્ઘાટન, શૉ રૂમમાં નવી કારની ખરીદી ઉપરાંત જુની કારની સર્વિસ પણ મળશે 

વલસાડ જિલ્લાના વાપીમાં નેશનલ હાઇવે નંબર 48 પર આજ હ્યુન્ડાઈના નવા શૉ-રૂમનો શુભારંભ થયો છે. વાપીના વાઇબ્રન્ટ બિઝનેસ પાર્ક ખાતે સાન્વી હ્યુન્ડાઈના આ શો-રૂમનું રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી તેમજ વલસાડના અગ્રણી મિલન દેસાઈ મેરિલ ગ્રુપના નાનુભાઈ બાંભરોલીયા, તેમજ યોગેશ કાબરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા . શો-રૂમના માલિક મિતેશ વોરા તેમજ વિજય યાદવભાઈ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. જે અંગે તેઓએ જણાવ્યું હતું કે, આ શૉ-રૂમમાં અમે પૂરતી ઈમાનદારીથી અને ખાતરી સાથેની સારામાં સારી સુવિધા ગ્રાહકોને આપીશું. તો આ ભવ્ય શો રૂમમાં નવી કારનું વેચાણ સહિત એક સાથે 28 કારની સર્વિસ થઈ શકે તેવા વિશાલ સર્વિસ સ્ટેશનની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે.

સાન્વી હ્યુન્ડાઈના નામે આ સાહસ કરનાર શૉ-રૂમના માલિકોને રાજ્યના નાણાં ઉર્જા અને પેટ્રોલિયમ મંત્રી કનુભાઈ દેસાઈએ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. તેમજ લેખિતમાં શુભેચ્છાઓ પણ પાઠવી હતી. આ પ્રસંગે વાપીના ઉદ્યોગકારો, કાર શોખીનો અને વેપારીઓ, રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *