વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ગામોમાં વાવાઝોડા ના કારણે ઘરોમાં નુકશાન થયું છે. જેનું સ્થળ નિરીક્ષણ કરી તાગ મેળવવા નાણાં, ઉર્જા, પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબીનેટ મંત્રી કનુભાઈ દેસાઈ, સાંસદ ધવલ પટેલે વહીવટી સાથે સ્થળ મુલાકાત કરી જરૂરી સૂચનો કર્યા હતાં.લોકસભાના દંડક વલસાડ-ડાંગ ના સાંસદ ધવલભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ સહિતના પદાધિકારીઓ અને વહીવટી તંત્રના અધિકારીઓએ જે વિસ્તાર ની મુલાકાત લીધી હતી. તે વિસ્તારમાં ગત દિવસોમાં વાતાવરણમાં આવેલ પલટાના કારણે વવાઝોડાથી નુકસાન થયું હતું. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના બાલદા સહિત વિવિધ ગામોમાં કુદરતી આપતી ના કારણે અનેક ઘરોમાં થયેલ નુક્શાનીમાં લોકોને હાલાકીઓ નો સામનો કરવો પડ્યો હતો,નુકશાની નો તાગ મેળવવા ગુજરાત સરકારના નાણાં, ઉર્જા,પેટ્રોકેમિક્લસ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈની આગેવાની માં લોકસભાના દંડક,વલસાડ-ડાંગ ના સાંસદ ધવલભાઈ પટેલ, વલસાડ જિલ્લા પંચાયત ના પ્રમુખ મનહરભાઈ પટેલે અસરગ્રસ્ત પરિવારોની રૂબરૂ મુલાકાત કરી હિંમત આપી હતી અને સરકાર તરફથી આપવામાં આવતી વિવિધ સહાયો વહેલી તકે પુરી પાડવા માટે બાંહેધરી આપી હતી.આ તબબકે વલસાડ જિલ્લા ભાજપ ના મહામંત્રી શિલ્પેશભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જીતેશભાઈ પટેલ, પારડી તાલુકા ભાજપ પ્રમુખ મહેશભાઈ દેસાઈ, વહીવટી તંત્ર ના અધિકારીઓ, સામાજિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.