NGT વેસ્ટર્ન ઝોન બેન્ચ પુણે ના ન્યાયિક સભ્ય જસ્ટિસ દિનેશ કુમાર સિંહ તથા નિષ્ણાત સભ્ય ડૉ. વિજય કુલકર્ણી દ્વારા સરીગામની કોરોમંડલ ઇન્ટરનેશનલ લિમિટેડ કંપની સામે વકીલોની ધારદાર રજૂઆત થતા આ મામલે GPCB આ અંગે સ્પષ્ટતા કરે તેવો દિશા નિર્દેશ આપી આગામી 22/01/2024ની સુનાવણી કરવાનો મહત્વનો ચુકાદો આપ્યો છે.
કોરોમંડલ કંપનીમાં હવા, પાણી, વેસ્ટ પ્રદુષણ મામલે કંપનીએ લેવાના થતા CC&A બાબતે ઉદાસીનતા દાખવી હોવાની તેમજ 2022 બાદ CC&A તથા air એક્ટ હેઠળ ભંગ થતો હોવાની ફરિયાદ આર્યવત ફાઉન્ડેશન દ્વારા નેશનલ ગ્રીન ટેઇબ્યુનલ માં કરવામાં આવી હતી. જે મામલે ગત 4/10/2023ના સુનાવણી યોજાઈ હતી જેમાં કોરોમંડલ કંપનીને સામે કાર્યવાહી કરવા અંગે GPCBને ઉદ્દેશી ને જણાવવામાં આવ્યું છે કે, આ મામલે GPCB દંડ પેટે ની રકમ નિર્ધારિત કરવા તેમજ તે બાદ આગામી હિયરિંગ 22/01/2024માં કરવાનો આદેશ કરી કચેરી પાસે ખુલાસો માંગતો આદેશ કર્યો છે.
આ સુનાવણીમાં અરજદાર પક્ષ તરફથી વરિષ્ઠ વકીલ રાજ પંજવાણી અને એડવોકેટ ડો. એસ.એસ. હુડ્ડાએ ધારદાર દલીલો કરી હતી. જે સાંભળ્યા બાદ પુણે બેચ ના ન્યાયિક સભ્ય જસ્ટિસ દિનેશ કુમાર સિંહ તથા નિષ્ણાત સભ્ય ડૉ. વિજય કુલકર્ણી દ્વારા સરીગામની કોરોમંડલ ઇન્ટરનેશનલ લિમિટેડ કંપની સામે થઈ રહેલી કાર્યવાહીમાં Clear Direction રજૂ કરવા જણાવ્યું છે.
કોરોમંડલ ઈન્ટરનેશનલ લિ.ના વકીલે દલીલો કરી હતી કે, 03.10.2023થી તેમણે રજૂ કરેલ CC&A 30/09/2026 સુધી માન્ય છે, અને કંપનીને આપેલ નોટિસ બાદ કરેલ નિર્દેશ માં રાહત આપવામાં આવે. જે બાદ ફરિયાદ પક્ષના વકીલે રજુઆત કરી હતી કે, આ મામલે આ પહેલા GPCB દ્વારા વિવિધ કારણો ની નોંધ લઈ નોટિસ પાઠવી છે.
અરજદાર માટેના વિદ્વાન વરિષ્ઠ વકીલે એ પણ નિર્દેશ કર્યો છે કે છેલ્લી CC&A 30.09.2021 ના રોજ સમાપ્ત થઈ ગઈ હતી અને ત્યાર બાદ, 03.10.2023 ના રોજ પ્રતિવાદી નંબર 1/પ્રોજેક્ટ પ્રોપોનન્ટને CC&A આપવામાં આવ્યા છે. આ બે તારીખો વચ્ચેનો સમયગાળો ઉલ્લંઘનનો છે, જેથી કારણ દર્શક નોટિસ પાઠવી ખુલાસો માંગતો આદેશ કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કે કંપની સામે પ્રદૂષણને લઈ યુવા શક્તિ સંગઠન દ્વારા વર્ષ 2015થી વારંવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. સુરતના આર્યવ્રત ફાઉન્ડેશનએ મે.કોરોમંડલ ઇન્ટરનેશનલ લિમિટેડ, સરીગામ વિરુદ્ધ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ વેસ્ટર્ન ઝોન બેન્ચ, પૂણે સમક્ષ કેસ દાખલ કરવામાં આવ્યો છે. જે કેસમાં અત્યાર સુધીમાં ત્રણ તારીખ પાડવામાં આવી છે.અને તે તમામ તારીખોમાં કોરોમંડલ ઈન્ટરનેશનલ લિમિટેડ દ્વારા આજ સુધી વગર પરવાનગીએ ઉત્પાદન પ્રક્રિયા ચાલુ હતી, તે દરમ્યાન પર્યાવરણીય થયેલ નુકશાન બદલ દંડની રકમ જીપીસીબી નક્કી કરી જણાવે તેવો આદેશ કરવામાં આવ્યો છે. ત્યારે આ મામલે આગામી 22/01/2024ના થનાર ફાઇનલ હિયરિંગમાં જ દંડ મામલે યોગ્ય ચુકાદો આવી શકે છે.