વાપી ટાઉન વિસ્તારમાં ફૂલ વેંચવા આવતા ઉદવાડા ના ફુલના વેપારી અને તેના માણસ પર વાપીમાં ફૂલ વેંચવાનો ધંધો કરતા બાપ દીકરાએ ભત્રીજા સહિત 6 જેટલા લોકો સાથે એકસંપ થઈ ઢીક્કા મુકી, લાકડાના ફટકા મારી આંગળીના ભાગે અને કાંડા ના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હોવાની ફરિયાદ વાપી ટાઉન પોલીસ મથકમાં નોંધાઈ છે.
વાપી ટાઉન પોલીસ મથકમાં ફુલના વેપારી અશોક ગોંડ અને તેના ત્યાં મજૂરી કામ કરતા અલી હુસેન બસીર અંસારી એ વાપીના 3 ફુલવાળાઓ સહિત 6 લોકો સામે માર મારી ઇજા પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અંગે મળતી માહિતી મુજબ ઉદવાડા ખાતે રહેતા અશોક ગોંડ 29મી ઓક્ટોબરે વહેલી સવારે રાબેતા મુજબ પિક અપ વાન માં ફૂલો લઈ તેમને ત્યાં નોકરી કરતા અલીહુસેન બસીર અંસારી અને અન્ય માણસો સાથે વાપી ટાઉનમાં ફૂલ વેંચવા આવેલ હતા ત્યારે આ ઘટના બની હતી.
હાથની અંગળીમાં અને કાંડા ના ભાગે ગંભીર ઇજા…….
જેમાં, વાપી ટાઉન વિસ્તારમાં મેઘના જવેલર્સ નજીક ફૂલની દુકાન ધરાવતા અને ફૂલ લેનાર તહસિલદાર જીતુપ્રસાદ ગુપ્તા તેનો દીકરો લવકુશ ગુપ્તા અને ભત્રીજો સુગ્રીવ ગુપ્તાએ ટાઉનમાં સરદાર ચોક પર આવી મારા ફૂલ કેમ ઉતાર્યા એમ કહી બોલાચાલી કરી હતી. જે બાદ અન્ય 3 જેટલા ઇસમોની બોલાવી અલીહુસેન પર લાકડા વડે હુમલો કર્યો હતો. જેમાં તેને હાથની અંગળીમાં અને કાંડા ના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી.
પોલીસે વધુ તપાસ હાથ ધરી…….
જે દરમ્યાન અશોક ગોંડ તેને બચાવવા જતા તેને પણ ઢીક્કા મુકીનો માર મારી ઇજાઓ પહોંચાડી ધાકધમકી આપી નાસી ગયા હતાં. મારમારીની આ ઘટના બાદ ઘાયલ શેઠ અશોક વીંધ્યાચલ ગોંડ અને તેના માણસ અલી હુસેને વાપી ટાઉનમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.