Friday, October 18News That Matters

કોપરલીમાં આંગણાની જમીન બાબતે કૌટુંબિક ભાઈઓ વચ્ચેની મારામારીમાં 5 હોસ્પિટલના બિછાને પહોંચ્યા!

વાપી તાલુકાના કોપરલી ગામે આંગણાની ખુલ્લી જમીનના ઝઘડામાં બન્ને પક્ષના મળીને 5 લોકો ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા છે. ઘટના અંગે બન્ને પક્ષોએ ડુંગરા પોલીસ મથકમાં સામસામે ફરિયાદ નોંધાવી છે. મારમારીની આ ઘટનામાં 5 પુરુષ અને એક મહિલાને હાથ, પગ અને માથાના ભાગે લાકડા, લોખંડ ના રોડ, કુહાડીના ફટકા વાગતા ઘાયલ થયા છે.


વાપીના કોપરલી ગામે કુંભારવાડ માં વડીલોપાર્જીત મકાનને દુકાન તરીકે ઉપયોગ કરી તેમાં દરજી કામ સાથે માટલાં, દિવડા વેંચતા ધનસુખલાલ ગોવિંદજી પ્રજાપતિ અને તેના દીકરા જીગર ધનસુખ પ્રજાપતિ, જય ધનસુખ પ્રજાપતિ સાથે પડોશમાં રહેતા હસમુખ રમણ પ્રજાપતિ, દિનેશ રમણ પ્રજાપતિ અને ધ્રુવલ હસમુખ પ્રજાપતિએ ઝઘડો કરી લાકડાના ફટકા મારી હાથ, પગ, ખંભા ના ભાગે ઇજા પહોંચાડી મૂઢ માર મારતા વાપીની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાની ફરિયાદ નોંધાવી છે.


તો, આ ઘટનામાં સામે પક્ષના લતા હસમુખ પટેલે પોતાના આંગણામાં રાખેલ ચુલ્લા ને ફેંકી દઈ ધનસુખલાલ ગોવિંદજી પ્રજાપતિ અને તેના દીકરા જીગર ધનસુખ પ્રજાપતિ, જય ધનસુખ પ્રજાપતિએ લોખંડ નો રોડ, કુહાડી વડે તેમને તથા તેમના પતિ <span;>હસમુખ રમણ પ્રજાપતિ, દિયર દિનેશ રમણ પ્રજાપતિ અને દીકરા ધ્રુવલ હસમુખ પ્રજાપતિ પર હુમલો કરી માથાના અને હાથના ભાગે ઇજાઓ પહોંચાડતા ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાની ફરિયાદ નોંધાવી છે.


ઘટના અંગે મળતી વિગતો મુજબ બંને પક્ષોના ઘર આગળ ખુલ્લી જગ્યા આવેલ છે. જેના પર માલિકી હક્કને લઈ અવારનવાર ઘર્ષણ થતું હતું. તેમ છતાં હસમુખ પ્રજાપતિએ આંગણામાં ચુલ્લા મૂક્યા હતાં. જેના નિરાકરણ માટે ધનસુખ પ્રજાપતિએ સમાજના આગેવાનોને બોલાવેલ. જે દરમ્યાન આગેવાનો સાથે બને પક્ષના લોકો વાતચીત કરતા હતાં. ત્યારે ધનસુખલાલે હસમુખ પ્રજાપતિના ચુલ્લાને ઉપાડી તેમના ઘરમાં મૂકી આવતા ઉશ્કેરાયેલા હસમુખ પ્રજાપતિએ તેમજ તેના ભાઈએ, પત્નીએ અને દીકરાએ લાકડા વડે હુમલો કરી ધમસુખલાલ અને તેના પુત્રને માર માર્યો હતો. તો, આ મારમારીમાં ધનસુખલાલ અને પુત્ર જય અને જીગરે પણ લોંખડ નો રોડ અને કુહાડી વડે હુમલો કરતા હસમુખ પ્રજાપતિના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમની પત્ની લતા પ્રજાપતિને પણ હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જે તમામ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટનામાં બંને પક્ષોના કુલ 6 લોકો ઘાયલ થયા હોય ડુંગરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કલમ 323, 114 અને GP એક્ટ 135 મુજબની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *