Friday, January 31News That Matters

સરીગામ જીઆઇડીસીની ARKIL CHEM કંપનીમાં લાગી ભીષણ આગ, 4 કલાકની જહેમત બાદ ફાયરના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો

સરીગામ GIDC માં કેમિકલ ઝોનમાં આવેલ Arkil Chem પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં મંગળવાર-બુધવારની રાત્રે 3 વાગ્યા આસપાસ ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગને બુઝાવવા સરીગામ, વાપી, દમણ, સેલવાસના ફાયર જવાનોને બોલાવવામાં આવ્યા હતાં. ફાયરના જવાનોએ સતત 4 કલાક સુધી પાણી અને ફૉમ નો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે, આગની વિકરાળ જ્વાળામાં કંપનીમાં મોટું નુકસાન થયું છે. તેમજ આગના બનાવ વખતે આસપાસના વિસ્તારમાં અફરતફરીનો માહોલ ઉત્પન્ન થયો હતો.

કંપનીમાં આગનો બનાવ બનતા ફાયર જવાનોની સાથે કાયદો વ્યવસ્થા જળવાય રહે તે માટે ભીલાડ પોલીસ મથકમાં જાણકારી કરતા પોલીસ જવાનોનો કાફલો પણ ફાયરની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યો હતો. આગને કાબુમાં લેવા ફાયરના જવાનોએ 4 કલાક જેટલી મહા મેહનત બાદ આગને કાબૂમાં લીધી હતી.

કંપનીમાં આગ લાગતા આસપાસના વિસ્તારમાં રાત્રીના સમયે અફરતફરીનો માહોલ સર્જાયો હોય ઉમરગામ તાલુકાના ઇન્ચાર્જ મામલદાર પણ ધટના સ્થળે પહોંચ્યા આવ્યાં હતાં. જો કે આગ ની ઘટનામાં સદનસીબે કોઈ જાન હાની નહિ થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

ઉલ્લેખનીય છે કે, કંપનીમાં લાગેલી આગ બાદ મેઝર કોલ જાહેર કરતા દમણ, સેલવાસ, પારડી, સહીતના ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જેઓ આગને ઓલવવાના પ્રયાસો હાથ ધરવામાં મદદરૂપ થયા હતાં. જો કે આગ ક્યાં કારણોસર લાગી તે હાલ જાણી શકાયું નહોતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *