Friday, January 31News That Matters

વાપીની સરના અને સુમિટોમો ઇન્ડસ્ટ્રીઝને એવોર્ડ એનાયત કરનાર FGI એ 18માં FGI એવોર્ડ માટે VIAના સહયોગમાં પત્રકાર પરિષદનું આયોજન કર્યું

વડોદરા સ્થિત ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ (FGI) નામની સંસ્થા દ્વારા વિવિધ ક્ષેત્રમાં શ્રેષ્ઠતા માટે એનાયત કરવામાં આવતા 18માં ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ એવોર્ડની જાણકારી આપવા વાપીમાં (VIA) વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સહયોગમાં પત્રકારો-ઉદ્યોગકારો સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

VIA ખાતે કોન્ફરન્સ હોલમાં આયોજિત આ કાર્યક્રમમાં વી.આઈ.એ. ના પ્રમુખ સતીશ પટેલ, માનદ મંત્રી, FGI ના સેક્રેટરી જનરલ પ્રેમલ દવે, પ્રોગ્રામ ઓફિસર પ્રીતિ સોનીએ વાપીના ઉદ્યોગકારો તથા પત્રકારો સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કરી દર 2 વર્ષે આપતા કુલ 14 કેટેગરીના એવોર્ડ અંગે વિગતવાર માહિતી આપી હતી.

 

વી.આઈ.એ. ના પ્રમુખ સતીશ પટેલે ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરી જણાવ્યું હતું કે VIA અને FGI નો મુખ્ય ઉદ્દેશ ઉદ્યોગો અને ઉદ્યોગકાર મિત્રો, રિસર્ચ ક્ષેત્રે, શૈક્ષણિક ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે તેમજ પર્યાવરણ ક્ષેત્રે જે ઉમદા કાર્ય કરી રહ્યા છે તેને બિરદાવવાનો અને પ્રોત્સાહન પૂરો પાડવાનો છે, જેથી કરી અન્ય ઉદ્યોગો, ઉદ્યોગકાર મિત્રો અને સામાજિક સંસ્થાઓને પણ આ પ્રકારના કાર્યો કરવાની પ્રેરણા મળી રહે છે.

FGI દ્વારા દેશના વિકાસ અને હીત માટે જે કાર્ય થઇ રહ્યું છે તેની રજૂઆત પ્રેઝન્ટેશનની મદદથી કરવામાં આવી હતી. જેમાં પ્રેમલ દવે એ જણાવ્યું હતું કે, FGI ની સ્થાપના ગુજરાતના બરોડામાં વર્ષ 1918 માં કરવામાં આવી હતી. FGI નો ઉદ્દેશ ઉદ્યોગોના હિતને પ્રોત્સાહન અને રક્ષણ આપવાનો અને વડોદરા તથા તેની આસપાસના ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ કરવાનો છે, આ કાર્ય પૂરું પાડવા માટે તેમણે અનેક સંસ્થાઓની સ્થાપના કરી છે.

FGI ના ‘પ્લેટિનમ જ્યુબિલી વર્ષ 1993’ દરમ્યાન, દ્વિવાર્ષિક પુરસ્કારોની શરૂઆત પણ કરી. જેમાં કોઈ પણ ઉદ્યોગ, સંસ્થા, NGO અથવા વ્યક્તિ પોતાને લગતી 14 કેટેગરી માંથી કોઈપણ 2 કેટેગરીમાં અરજી કરી શકે છે. જેમાં ઓનલાઈન અરજી https://awards.fgiindia.com/ દ્વારા કરી શકાશે.

18માં FGI એવોર્ડ માટે અરજી કરવાની અંતિમ તારીખ પહેલા આ અરજી કરવાની રહેશે જેમાં કોઈપણ પ્રકારની ફી નથી. ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવે છે. ગત 17માં FGI એવોર્ડ એડિશનમાં વાપીમાંથી 15 જેટલા ઉદ્યોગકારોએ એવોર્ડ માટે રજીસ્ટ્રેશન કર્યું હતું. જેમાં વાપીની સરનાં કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ ને એક્સપોર્ટ માટે તો સુમિટોમો કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ ને CSR માટે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતાં.

આ વર્ષે આ એવોર્ડ માટે વાપીમાંથી વધુમાં વધુ એન્ટ્રી જાય તેવા પ્રયાસ કરવા VIA પ્રમુખ સતીશ પટેલે ઉપસ્થિત ઉદ્યોગકારોને આહવાન કર્યું હતું. દર 2 વર્ષે એવોર્ડ એનાયત કરતા પહેલા સંસ્થા દરેક એન્ટ્રીની ઝીણવટભરી ચકાસણી કરે છે. કેટેગરી મુજબ નિમેલ જ્યૂરી તે બાદ દરેક કેટેગરી મુજબ જે તે સંસ્થાની પસંદગી કરી એક એવોર્ડ અને સર્ટીફીકેટ માટે પસંદગી કરે છે. જેઓને વડોદરા સ્થિત FGI ના હેડકવાટર્સ ખાતે ગુજરાતભરના આમંત્રિત ઉદ્યોગકારોની હાજરીમાં એવોર્ડથી સન્માનિત કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *