દમણ :- Union Territory Daman માં tax benefit ને કારણે Gujarat ની સરખામણીએ પેટ્રોલ ડિઝલનો ભાવ ઓછો રહે છે. પરંતુ 16મી જુલાઈએ દમણમાં Extra Premium Petrol નો ભાવ 100.48 ₹ પ્રતિ લીટર થયો હતો. તો, Regular Petrol price 96.58 ₹ per Liter હતી. જેની comparison માં વલસાડ જિલ્લામાં રેગ્યુલર પેટ્રોલનો ભાવ 99.10 Rs થી 99.57 ₹ પ્રતિ લીટર રહ્યો હતો.
કેન્દ્રશાસિત દમણમાં 16મી જુલાઈના
Extra Premium Petrol નો Rate 100.48 ₹ પ્રતિ લીટર હતો. જ્યારે Regular Petrol price 96.58 રૂપિયા પ્રતિ લીટર થયો હતો. Diesel price in Daman 95.09 રૂપિયા પ્રતિ લીટર હતો. તો, વાપીમાં Premium Petrol 99.34 ₹ અને Diesel priced Rs. 97.81 હતું.

સંઘપ્રદેશ દમણમાં પેટ્રોલનો ભાવ જે 1st julyના 94.01 ₹ હતો. તેમાં છેલ્લા 15 day દરમ્યાન 2.66 %નો વધારો નોંધાતા 16મી જુલાઈએ પેટ્રોલનો ભાવ 96.58 રૂપિયા લીટર થયો છે. એ જ રીતે ડીઝલનો ભાવ જે પહેલી જુલાઈએ 94.36 રૂપિયા હતો. તેમાં છેલ્લા 15 દિવસમાં 0.77 ટકાનો વધારો થતા 16મી જુલાઈના દમણમાં ડીઝલનો ભાવ 95.09 રૂપિયા થયો હતો. એક્સ્ટ્રા પ્રીમિયમ પેટ્રોલનો ભાવ અધધ કહી શકાય તેવો 100.48 રૂપિયા પ્રતિ લીટર થયો છે.

જેની સરખામણીએ valsad જિલ્લામાં રેગ્યુલર પેટ્રોલનો ભાવ 99.10 રૂપિયાથી 99.57 રૂપિયા પ્રતિ લીટર થયો છે. Vapi માં પ્રીમિયમ પેટ્રોલ 99.34 રૂપિયા, ડિઝલનો લીટરનો ભાવ 97.81 રૂપિયા થયો છે. Dadra and Nagar Haveli માં પેટ્રોલ 96.64 રૂપિયા પ્રતિ લીટર અને ડિઝલ 95.15 રૂપિયા પ્રતિ લીટર થયો છે.

એક તરફ Internationale market માં crude Oil નો ભાવ પહેલી જુલાઈએ 75.23 Dollars હતો જે 15 દિવસમાં 3 ડોલર ઘટીને 16મી જુલાઈએ 72 ડોલર રહ્યો હતો, જો કે ક્રૂડના ભાવમાં ઘટાડો થવા છતાં પેટ્રોલ ડીઝલના ભાવોમાં સતત વધારો જ નોંધાયો છે. દરરોજ ધીરે ધીરે વધતા પેટ્રોલ ડીઝલના ભાવ દેશની જનતા માટે એક રીતે ધીમા ઝેર/slow poison સમાન બની રહ્યા છે. પેટ્રોલ ડિઝલના ભડકે બળતા ભાવથી જનતા પર મોંઘવારી/inflation નો માર પડી રહ્યો છે. દરેક ચીજ વસ્તુઓ મોંધીદાટ બનતા જીવન નિર્વાહ/subsistence કેવી રીતે કરવો તે પણ એક સમસ્યા બની રહી છે.

રોજેરોજના પેટ્રોલ ડીઝલની નાનકડી રકમનો વધારો ઘરનું Budget/બજેટ ખોરવવામાં મોટો સિંહફાળો આપી રહ્યું છે. જો કે ખનીજ તેલના ભાવ વધારાને કંટ્રોલ કરવામાં નિષ્ફળ ગયેલી સરકારે/Government હવે પેટ્રોલ ડીઝલના વિકલ્પ રૂપે ઇથેનોલ/Ethanol ના વેચાણનો નવો રાગ છેડ્યો છે, સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ પેટ્રોલ જો 100 ₹ થી વધુ છે તો, ઈથેનોલ ગ્રાહકોને ફક્ત 60-65 રૂપિયા પ્રતિ લીટર મળશે. ઉપરથી ઇથેનોલ ગ્રીન ફ્યુઅલ હોવાથી પ્રદૂષણમાં ઘટાડો પણ થશે. એટલે આવનારા દિવસોમાં petrol pump પર વાહન ચાલકોને પેટ્રોલ ડીઝલ સાથે ઇથેનોલનો એક વધારાનો સસ્તો વિકલ્પ પણ મળે તો નવાઈ નહિ પામતા.