Wednesday, January 29News That Matters

Delhi-Mumbai Industrial Corridor ની કરોડરજ્જુ બનનાર Expresswayની Valsad જિલ્લામાં નામ માત્રની કામગીરી સામે Maharashtra માં પહાડો કાપી બનાવી દીધો ટનાટન Highway…!

Delhi-Mumbai Expressway Project ની વલસાડ જિલ્લામાં પેકેજ 8,9 અને 10 હેઠળ કામગીરી ચાલી રહી છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે 1,350 કિ.મી. લાંબો છે. જે ભારતની રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીને આર્થિક રાજધાની મુંબઈ સાથે જોડતો 8 લેન પહોળો Entry-Driven Expressway છે. 2019થી કાર્યરત આ Expressway જમીન સંપાદન ખર્ચ સહિત કુલ આશરે ₹1,00,000 કરોડના મૂલ્યનો પ્રોજેક્ટ છે.

Expressway ની પેકેજ 10 હેઠળ કરવડ થી તલાસરી સેક્શન સહિત 277 કિલોમીટર નું વડોદરા થી મુંબઈ વચ્ચેનું અંતર છે. જો કે, વલસાડ જિલ્લામાંથી અને દાદરા નગર હવેલીમાંથી પસાર થતા આ Expressway ની કામગીરી સામે મહારાષ્ટ્રના પાલઘરના તલાસરી સહિતના વિસ્તારમાં પુરજોશમાં કામગીરી આગળ વધી છે.

Palghar ના આ વિસ્તારમાં અનેક નદીનાળા પર પુલ બનાવી, પહાડોને ચીરીને ટનાટન Highway બની ગયો છે. જ્યારે, વલસાડમાં હજુ પણ માત્ર જમીનનું લેવલ કરવાનું અને ઝાડ કાપવા સહિતનું કામ જ પાર પાડ્યું છે. જે જોતા ગતિશીલ ગુજરાતના વલસાડમાં ખોરંભે ચડેલું કામકાજ અનેક શંકા કૂશંકા ઉપજાવનારું છે.

આમેય આ પ્રોજેકટ હેઠળ રહેલ કોન્ટ્રકટર પણ આ પહેલા વિવાદમાં રહ્યા છે. કદાચ આ પેકેજ 8,9ની કામગીરી સમગ્ર પ્રોજેકટને નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરી લેવામાં આડખીલીરૂપ બને તો નવાઈ નહિ.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દાહોદથી દાદરા નગર હવેલી વચ્ચેના 426 કિલોમીટરમાં આ Expressway પસાર થશે. જેમાં વૃક્ષારોપણ અને જાહેર પરિવહન માટેની જગ્યા, 500 મીટરે રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, એક્સપ્રેસ વે પર રાત્રે અને દિવસે થનારા વીજ વપરાશ માટે ગ્રીડ અને સૌર ઊર્જાના મિશ્રણનો ઉપયોગવાળો આ એક્સપ્રેસ વે, વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર (DFCCIL) સાથે દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રિયલ કોરિડોરની મહત્વપૂર્ણ કરોડરજ્જુ મનાય છે. પરંતુ એ શક્ય ત્યારે બનશે જ્યારે વલસાડ જિલ્લામાં તેની કામગીરી આગળ વધશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *