આજના ડિજિટલ ન્યૂઝના યુગમાં પણ છાપા(અખબાર)નું મહત્વ ઘટ્યું નથી. આ સંદેશ વાપીમાં એક શાળામાં યોજાયેલ ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં અખબારમાંથી બનાવેલ ડ્રેસ પહેરીને આવેલ વિદ્યાર્થીનીએ આપ્યો હતો.
વાપીની એક શાળામાં વિદ્યાર્થીઓ માટે ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરેક બાળકોએ અવનવા ડ્રેસમાં સજ્જ થઈ ભાગ લીધો હતો. જો કે તમામ બાળકોએ પહેરેલા ડ્રેસમાં એક બાળકી અખબારમાંથી બનાવેલ ડ્રેસ પહેરીને અખબાર બનીને આવી હતી.
અખબારમાંથી બનાવેલ ડ્રેસ પહેરીને ડ્રેસ કોમ્પિટિશનમાં ઉપસ્થિત રહેલી વિદ્યાર્થીનીએ આજના ડિજિટલ ન્યૂઝના યુગમાં પણ અખબારનું મહત્વ અકબંધ હોવાનો સંદેશ આપ્યો હતો. હુડા સલીમ પઠાણ નામની આ વિદ્યાર્થીનીના આ યુનિક ડ્રેસને જોઈ ઉપસ્થિત સૌએ સરાહના કરી હતી.