Friday, January 31News That Matters

આઝાદીના 75 વર્ષ બાદ પણ વાપી નગરપાલિકામાં 75 સમસ્યાઓથી પ્રજા પરેશાન

સમગ્ર દેશ આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે વાપી નગરપાલિકા પણ આઝાદી કા અમૃત મહોત્સવ અને હર ઘર તિરંગા અભિયાનમાં વિકાસની ગુલબાંગો મારી રહી છે. જો કે આઝાદીના 75 વર્ષ બાદ પણ વાપી નગરપાલિકામાં 75 એવી સમસ્યા છે જેનું હજુ સુધી નિરાકરણ આવ્યું નથી. 
એક તરફ હાલના પાલિકા પ્રમુખ અને સત્તાધીશો 100 ફૂટ ઊંચો તિરંગો ફરકાવી વાપીના વિકાસની ગુલબાંગો પોકારી રહ્યા છે. ત્યારે, નગરજનો 75 વર્ષે 75 સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.
વાપી નગરપાલિકામાં ભાજપનું એક હથ્થુ શાસન છે. વિકાસના નામે સત્તારૂઢ થયેલા નગરસેવકોએ જો કે વાપીના નગરજનો કરતા પોતાનો વિકાસ વધુ કર્યો છે. એના પુરાવા આપે છે આ 75 વિકાસના નામે નગરજનોને પરેશાન કરતી સમસ્યાઓ

1, રોડ પર ખાડાથી વાહનચાલકો પરેશાન….

આ સમસ્યા વર્ષો જૂની છે. તેમ છતાં દર વર્ષે મેઘરાજાના માથે ઠીકરું ફોડવામાં આવે છે…..
2, પ્રમુખ, પૂર્વ પ્રમુખ, કારોબારી ચેરમેન ના વોર્ડમાં જ અનેક સમસ્યાઓ કોઈ ઉકેલ નહિ….
 

3, દરેક વોર્ડમાં ગંદકીનું સામ્રાજ્ય…..
સફાઈના નામે વેરો વસુલી ખાનગી કોન્ટ્રકટરને કરોડો નો કોન્ટ્રાકટ આપ્યા બાદ પણ દરેક વોર્ડમાં ગંદકીનું સામ્રાજ્ય છે….
4, તમામ મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યા…
પાલિકા વિસ્તારના તમામ મુખ્ય માર્ગો પર ટ્રાફિક સમસ્યાએ માજા મૂકી છે. તેમ છતાં મુખ્ય માર્ગને જોડતા વધારાના રૂટ માટે આયોજન માત્ર કાગળ પર છે…….
5, ડોર ટૂ ડોર કચરા અભિયાન હેઠળ કોન્ટ્રાક્ટરને છાવરી અભિયાનની ગુલબાંગોથી નગરજનો ત્રાહિમામ
6, ઇસ્ટ વેસ્ટ ને જોડતા બ્રિજનું કામ અધ્ધરતાલ
આઠ વર્ષથી રેલવે ઓવરબ્રિજને તોડી નવો બ્રિજ બનાવવાની જાહેરાતો પરંતુ નવો બ્રિજ નહિ બનતા ટ્રાફિક સમસ્યા વકરી…..
7, લાખોના ખર્ચે બનાવેલ રેલવે ગરનાળુ દર ચોમાસે પાણીમાં ગરકાવ… બ્રિજ પરના ટ્રાફિકને હળવો કરવા બનાવેલ રેલવે ગરનાળુ દર વર્ષે ચોમાસામાં મુસીબતનું ગરનાળુ બને છે…. 
8, અન્ડર પાસના વાયદા માત્ર વાયદા…. રેલવે અન્ડરપાસ ના વાયદા બાદ કામ શરૂ કરાવ્યું પરન્તુ મુદ્દત વીતી ગઈ છતાં લોકો ને સુવિધા મળી નથી…
9, નગરસેવકો માલામાલ પ્રજાના હાલ બેહાલ..
ભાજપના વિકાસના એજન્ડામાં ગીતા નગર જેવા સ્લમ વિસ્તારમાં જીત મેળવી નગર સેવકો કરોડોના ફ્લેટમાં રહેતા થયા પરંતુ ગીતા નગર ની સમસ્યા 75 વર્ષે પણ યથાવત……
10, કન્યા કેળવણી માટે સરકારી શાળાનો અભાવ…. સ્ત્રીસશક્તિકરણ ના નામે મહિલા નગર સેવકો પ્રમુખ બન્યા પરન્તુ કન્યા કેળવણી માટે એક પણ આંખે ઉડીને વળગે તેવું કાર્ય થયું નથી….
11, ધોરણ 10 પછી 11-12 માટે પાલિકામાં સરકારી શાળા નથી….
12, શનિ-રવિમાં પરિવાર સાથે ફરી શકે તેવા ગાર્ડન બનાવી ઉદ્ઘાટન કર્યા એ ગાર્ડન આજે લુખ્ખા તત્વોનો અડ્ડો બન્યો છે. દેખરેખનો સંપૂર્ણ અભાવ…..
13, કૌશલ્ય તાલીમ કેન્દ્ર, સરકાર દ્વારા કૌશલ્ય તાલીમ કેન્દ્રો માટે અનેક યોજના પણ વાપી નગરપાલિકામાં એક પણ સાકાર થઈ નથી…..
14, ઓડિટોરિયમ, શહેરના લોકો માટે સસ્તા દરનું ઓડિટોરિયમ હજુ બન્યું નથી…. 
15, લાંબા રૂટની ટ્રેન નો અભાવ… મોટી સંખ્યામાં પરપ્રાંતીય મિલ્કતધારકો, મતદારો હોવા છતાં અને રેલવે કમિટી માં હોવા છતાં લાંબા રૂટની ટ્રેન ને સ્ટોપેજ અપાવી શક્યા નથી…
16, બસ સ્ટેશન અનેક લાંબા રૂટ થી વંચિત
મુસાફરો માટે અતિ મહત્વનું બસ સ્ટેશન ગણાતું હોવા છતાં લાંબા રૂટની બસ માટે કોઈ પહેલ નહીં…..
17, ગટર ઉભરવાની સમસ્યા…. ભૂગર્ભ ગટર યોજના હેઠળ કોરોડોની ગ્રાન્ટ વાપરી તો પણ ગટર ઉભરવાની સમસ્યામાંથી નગરજનોને છુટકારો અપાવવામાં નિષ્ફળ
18, સોલાર લાઈટ શોભાના ગાંઠિયા સમાન..
સોલાર લાઈટ યોજના હેઠળ 3 સ્થળોએ જ સોલાર પેનલ લગાવી યોજનાનો લાભ લોકો સુધી પહોંચ્યો નથી…
19, કુતરાઓનો ત્રાસ, ખાસિકરણ ના નામે કોન્ટ્રાકટ આપ્યા બાદ આજે પણ કુતરાઓનો ત્રાસ યથાવત
20, ગાયોનો ત્રાસ…. રસ્તા પર રખડતી ગાયો પાછળ લાખો રૂપિયા વેડફયા પરંતુ સમસ્યા યથાવત….
21, કાયદો વ્યવસ્થા જાળવવા કોઈ પહેલ નહિ… મુખ્ય બજારમાં ચિલઝડપ, ચોરીની ઘટનાઓ બની રહી હોવા છતાં તે અંગે પોલીસતંત્ર સાથે મળી કોઈ અયોજનો નહિ…
22, મહાનગર પાલિકા બનાવવા કોઈ પહેલ નહીં… નગરપાલિકામાંથી વાપી મહાનગર પાલિકા બને તેટલું વિસ્તરી ચૂક્યું હોવા છતાં તે અંગે મનોમંથન કરવાને બદલે માત્ર વિકાસની વાતો….
23, બિલ્ડરોના આડેધડ પ્લાન પર કોઈ કાર્યવાહી નહિ.. બિલ્ડરો, મિલકત ધારકોએ અનેક વિસ્તારમાં દબાણો કરી બિલ્ડીંગો તાણી બાંધી તેમની સામે કાર્યવાહી કરવાની બદલે સતત આંખ આડા કાન કરાય છે….
24, સ્ટ્રીટ લાઈટની સમસ્યા, શહેરના તમામ વોર્ડમાં આજે પણ સ્ટ્રીટ લાઈટથી 50 ટકા અજવાળા પાથરી શક્યા નથી…
25, વેપારીઓ માટે દુકાનો બનાવી તેમાં પાયાગત સુવિધાઓનો અભાવ…..
26, નગર સેવકોની ટાંટિયા ખેંચ સ્પર્ધા, પાલિકામાં સતત એક બીજા નગરસેવકો સામે ઓરમાયું વર્તન કરી સત્તા પક્ષના નગરસેવકોના જ કામ નહીં થવાથી અનેકવાર તુતુંમૈંમૈં
27, વિપક્ષ સભ્યોના વોર્ડ સાથે ઓરમાયું વર્તન
વિપક્ષી સભ્યોના વોર્ડ નંબર 5 અને 6 માં નગરસેવકોના કામમાં અડચણો નાખવી…
28, સત્તા પક્ષના સભ્યો સાથે સંકલનનો અભાવ
29, મતદારોને આપેલા વચન પાળવામાં નિષ્ફળ
30, વર્ષોથી ટેક્સ નહિ ભરનાર મિલકત ધારકો સામે આંખ આડા કાન….
31, રીગ રોડના કામમાં ભ્રષ્ટાચાર….
32, આવાસ યોજના હેઠળ હજુ પણ 50 ટકા ઘરો આપવાના બાકી…
33, સ્ટ્રીટ વેન્ડર માટે સુવિધા અપૂરતી….
34, ગેરકાયદે રસ્તા પર લારી ગલ્લા વાળાઓ સાથે મિલીભગત…..
35, રીક્ષા ચાલકો માટે રીક્ષા સ્ટેન્ડનો અભાવ…
36, પંચાયતી પ્રાથમિક શાળાઓ પ્રત્યે ઓરમાયું વર્તન….
37, GUDC હસ્તકના કામોમાં અડચણ ઉભી કરવી….
38, પે એન્ડ યુઝ ટોયલેટની સમસ્યા…. 
39, અંગણવાડીઓ માં પોષણક્ષમ આહાર નથી મળતો…..
40, શાકભાજી માર્કેટમાં ગંદકી, સફાઈના પ્રશ્નો….
41, ફિશ માર્કેટમાં પાયાની સુવિધાઓનો અભાવ…
42, ડિજિટલ ઇન્ડિયાની પહેલ હેઠળ હજુ પણ પાલિકા ડિજિટલ નથી બની અરજદારો પરેશાન…
43, વાર તહેવારે ખાદ્ય પદાર્થોનું ચેકીંગ કરવા ફૂડ ઇન્સ્પેકટર નથી…
44, પોકેટ ગાર્ડન પર કરેલો ખર્ચ નકામો થયો…. મોટા ભાગના બિસ્માર હાલતમાં….
45, વોર્ડ વાઇઝ ઓવર હેડ ટાંકી, અન્ડર ગ્રાઉન્ડ ટાંકીના અભાવે ફોર્સથી પાણી મળતું નથી… 
46, હરિયા પાર્ક ખાડીમાં અનેક ઘરના દિપક બુઝાયા તેમ છતાં એક સાઈન બોર્ડ નથી..
47, વરસાદી પાણીમાં ગરકાવ થતા વિસ્તારમાં વરસાદી ગટર બનાવવાની માત્ર લોલીપોપ….
48, મુખ્ય માર્ગો પર ફુટપાથ ખસ્તાહાલ….
49, કુદરતી આફત સામે ફાયર સહિતના સ્ટાફ નો અભાવ….
50, રમતવીરો ને પ્રોત્સાહન મળે તેવા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ નો અભાવ
51, સ્વિમિંગ પુલ ગણ્યા ગાંઠ્યા લોકો સિવાય બિન ઉપયોગ….
52, સ્વચ્છતા ના નામે ડસ્ટબીન વિતરણ ફ્લોપ શૉ…
53, અમૃત યોજના હેઠળમાં કામો અધૂરા….
54, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની સમસ્યા નામધમાં દુર્ગંધ યથાવત….
55, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ના નામે ઝીરો આંખે ઉડીને વળગે તેવું એકપણ અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી…
56, એફોર્ડબલ હાઉસિંગ સ્કીમમાં હજુ પણ 50 ટકા બાકી….
57, અદ્યતન લાયબ્રેરીની અભાવ….
58, સામાજિક સંસ્થાઓ સાથે મળી અદ્યતન કમ્યુનિટી સેન્ટર બનાવવાના માત્ર સપના….
59, પાલિકા કર્મચારીઓ માટે આવાસ સુવિધાની ઉણપ…
60, સરકારની મોટાભાગની ગ્રાન્ટ પરત થતા વિકાસના કામો અટક્યા…
61, જર્જરીત ઇમારતો ઉતારવાનો વાયદો માત્ર વાયદો….
62, વોટર હાર્વેસ્ટિંગ, કુવા માવજત ના વાયદા કોઈ પહેલ નહિ…..
63, જંતુનાશક દવાનો ખર્ચ માત્ર ચોપડે શહેરમાં મચ્છરજન્ય રોગચાળો યથાવત….
64, વરસાદી પાણીની ગટર આયોજન વગરની લોકોને પાણી ભરવાની સમસ્યાથી છુટકારો નથી મળ્યો…
65, વોર્ડ નંબર 1 થી 11માં સફાઈના નામે માત્ર હવાહવાઈ….
66, વોર્ડ નંબર 1 થી 11માં સ્ટ્રીટ લાઈટના અજવાળા પાથરવામાં અખાડા….
67, નગરજનો માટે જાહેર કરેલ ફોન નંબર પર કોઈ રિસ્પોન્સ નહિ…. 
68, પાલિકાના કર્મચારીઓ પર સત્તાધીશોનો અંકુશ ના હોય અરજદારો પરેશાન….
69, અનેક ઇમારતોમાં ફાયર NOC નહિ છતાં કોઈ કાર્યવાહી નહિ…..
70, વોર્ડ નંબર 1 થી 11ની સમસ્યાઓ માટે પ્રમુખ પાસે મુલાકાત નો સમય નથી….
71, એવોર્ડની મહેચ્છામાં નગરજનોની સમસ્યાઓ ઉકેલાઈ નહિ  
72, વરસાદમાં પાલિકા કચેરી ખાતે બ્લોક પાથરી શકાય પણ રસ્તાઓના ખાડા પર વરસાદ નડે છે..
73, ભડકમોરા, ડુંગરી ફળિયાની સમસ્યા માટે નગરસેવકોની રજુઆત માત્ર મિટિંગો પૂરતી…. 
74, ચલાની અનેક સોસાયટીઓમાં ગટર ઉભરાવાની સમસ્યાનું કોઈ નિરાકરણ નહિ.
75…. પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન વચ્ચે સંકલનનો અભાવ વિકાસના કામમાં અડચણો બનતા નગરજનો ની હાલત કહે તો કહે કિસકો…
એક તરફ વાપી પાલિકાના સત્તાધીશો કેન્દ્ર સરકારની યોજનાઓથી થનારા વિકાસની ગાથા ગાવામાંથી થાકતા નથી. બીજી તરફ આઝાદીના 75 વર્ષ બાદ પણ વાપીની સમસ્યાઓ હલ થઈ નથી. આશા રાખીએ કે અમૃત મહોત્સવ નહિ તો શતાબ્દી મહોત્સવ સુધીમાં આ સમસ્યાઓમાંથી નગરજનો કાગળ પર કે જાહેરાતોરૂપી વિકાસને બદલે નક્કર વિકાસને પામે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *