Friday, October 18News That Matters

મોલાસીસમાંથી બને છે ઇથાઇલ-મિથાઇલ, એક દવા તરીકે અમૃત સમાન તો બીજુ દારૂ તરીકે ઝેર સમાન

લઠ્ઠાકાંડ માં વગોવાયેલું મિથેનોલ (મિથાઇલ) મોટેભાગે સુગર ફેક્ટરીમાંથી નીકળતા મોલાસીસમાંથી બનેલા ઇથેનોલ (ઇથાઇલ) માંથી બને છે. વલસાડ સુગર ફેકટરીમાં સિઝન દરમ્યાન 12 હજારથી થી 20 હજાર ટન મોલાસીસ શેરડીના પીલાણ બાદ બાયપ્રોડક્ટ્સ તરીકે સરકારના નિયમોને આધીન તેમજ એક્સાઇઝ અધિકારીઓની નજર હેઠળ ડેરી ઉદ્યોગોમાં તેમજ અન્ય ફાઉન્ડરી ઉદ્યોગમાં મોકલવામાં આવે છે.

વલસાડ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીમાં મોલાસીસમાંથી ઇથેનોલ મેળવવાનો ડિસ્ટીલરી પ્લાન્ટ નથી. પરન્તુ અન્ય કેટલીક સુગર ફેક્ટરીઓમાં આવો ડિસ્ટીલરી પ્લાન્ટ છે. જેમાંથી ઇથેનોલ આલ્કોહોલ તૈયાર કરવામાં આવે છે. જો કે આ આલ્કોહોલને કેટલીક પ્રોસેસમાંથી પસાર કરો ત્યાર બાદ દારૂ જેવા પીણામાં અને દવામાં ઉપયોગ થાય છે. જ્યારે આ જ ઇથેનોલમાંથી બનતો મિથેનોલ એક પ્રકારનું કેમિકલ છે. તે પીવા યોગ્ય નથી. ઝેર સમાન છે. આ ઝેરમાંથી બનાવેલ દેશી દારૂએ હાલમાં ગુજરાતના બરવાડા બોટાદ, અમદાવાદ ધંધુકા માં 58 લોકોને મોતના મુખમાં ધકેલી દીધા છે.

ત્યારે આ અંગે વલસાડ સુગર ફેકટરી(શ્રી વલસાડ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લીમીટેડ)ના ચેરમેન અરવિંદભાઈ ઉર્ફે જયંતીભાઈ પટેલે કેટલીક મહત્વની વિગતો આપતા જણાવ્યું હતું કે, વલસાડ સુગર ફેક્ટરીમાં જે શેરડીમાંથી ખાંડ બનાવવામાં આવે છે. તે શેરડીના પીલાણમાંથી મોલાસીસ અને બગાસ બાય પ્રોડક્ટ તરીકે નીકળે છે. જેમાં મોલાસીસ એ સરકારી નિયંત્રણ હેઠળની પ્રોડક્ટ છે. એક્સાઇઝેબલ છે એટલે સરકારે જેને લાયસન્સ આપ્યા હોય તેને તે આપવામાં આવે છે. જેમ કે ડેરી ઉદ્યોગમાં કેટલફીડ બને છે, ફાઉન્ડરી ઉદ્યોગમાં ફાર્માસ્યુટિકલ કંપનીમાં બનતી દવામાં તેનો ઉપયોગ થાય છે. વર્ષો પહેલા દમણમાં દારૂનું ઉત્પાદન કરતા ડિસ્ટીલરી પ્લાન્ટમાં પણ મોલાસીસ જતું હતું. આ મોલસીસને ખાસ પ્રક્રિયા હેઠળ ઇથેનોલ માં ફેરવવામાં આવે છે. ઇથેનોલ એ આલ્કોહોલિક છે. જેનો ઉપયોગ દારૂમાં, દવામાં અને અન્ય કેટલીક ચીજવસ્તુઓમાં થાય છે.

જો કે દવા-દારૂમાં પીવા યોગ્ય ઇથેનોલ આલ્કોહોલને નિયત માત્રાથી વધુ ઉષ્ણતા અપાય ત્યારે તેનું મિથેનોલમાં રૂપાંતર થાય છે. જે પીવાયોગ્ય નથી હળાહળ ઝેર છે. તેનો ઉપયોગ ઇંધણ તરીકે તેમજ અન્ય કેમિકલ પ્રોડક્ટમાં થાય છે. તો, રંગ-રસાયણ, ફાર્મા માં તે વધુ વપરાય છે. લઠ્ઠા કાંડમાં વપરાતા દારૂની વાત કરીએ તો ઘણા ખરા દારુ બનાવવા વાળા અખાદ્ય ગોળમાંથી દારૂ બનાવે છે. સુગર ફેક્ટરીમાં હંમેશા મોલાસિસ જ નીકળે છે અને તે સરકારની પરમિશન વિના વેંચી શકાતો નથી. જેની સામે શેરડીમાંથી ગોળ બનાવતા ખાનગી કોલાવાળા મોટાભાગે ખાદ્ય ગોળ કરતા અખાદ્ય ગોળ વધુ બનાવે છે. જે ખાવાના બદલે દારૂ બનાવવામાં વપરાય છે. ગુજરાતમાં દારૂબંધી સક્સેસ નથી તેની પાછળનું આ પણ એક મહત્વનું કારણ છે.

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *