મહારાષ્ટ્ર રાજ્ય બોર્ડર લાગું ગુજરાત રાજ્યનાં ઉમરગામ તાલુકાની ભાઠી કરંમબેલી, હુમરણ અને કાચપાડા વિસ્તારની ગુજરાતી પ્રાથમિક શાળાઓનાં ધોરણ 1 થી 5માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ઉમરગામ GIDC માં આવેલી (Doms Industries) ડોમ્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડનાં સહયોગથી પેન્સિલ, રબર અને શાર્પનર જેવી ઉપયોગી વસ્તુઓનું પર્યાવરણ પ્રચાર પ્રસાર કરતી સામાજીક સંસ્થા એન્વાયરમેન્ટ એજ્યુકેશન ફાઉન્ડેશન દ્રારા વિતરણ કરવામાં આવ્યું હતું.
ભાઠી કરંમબેલી પ્રાથમિક શાળાનાં મુખ્ય શિક્ષક યોગેશ પટેલ દ્રારા એમની તથા એમનાં અંતર્ગત શાળાનાં વિદ્યાર્થીઓને વસ્તું ભેટ માટે પર્યાવરણ પ્રચાર પ્રસાર કરતી સામાજીક સંસ્થા (EEF) એન્વાયરમેન્ટ એજ્યુકેશન ફાઉન્ડેશનનાં ટ્રસ્ટી મંડળને વિનંતી કરી હતી. સદર વિનંતીને ધ્યાને લઈ ટ્રસ્ટી મંડળે ભાઠી કરંમબેલી, હુમરણ અને કાચપાડા વિસ્તારની શાળાઓમાં પેન્સિલ, રબર અને શાર્પનરનું વિતરણ કર્યું હતું.
આ પ્રસંગે ભાઠી કરમંબેલી પ્રાથમિક શાળાનાં મુખ્ય શિક્ષક યોગેશ પટેલ, ઈ.મુ.શિક્ષક કલ્પના ટંડેલ, સુરેશ પટેલ, દિપીકા માહ્યાવંશી, અલ્કેશ પટેલ, અમિત ટંડેલ, મિનાક્ષી ટંડેલ તથા કાચપાડા પ્રાથમિક શાળાનાં ઈ.મુ.શિક્ષક હિતેશ પટેલ અને હુમરણ પ્રાથમિક શાળાનાં મુખ્ય શિક્ષક સાગર પાટીલ વિગેરેઓએ ખુબ સાથ સહકાર આપ્યો હતો. એન્વાયરમેન્ટ એજ્યુકેશન ફાઉન્ડેશને તમામનો આભાર માન્યો હતો.