Friday, October 18News That Matters

ગુજરાત-મહારાષ્ટ્ર સરહદે ડુંગરિયાળ જંગલ વિસ્તારની પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓમાં EEF દ્વારા લેખન સામ્રગીનું વિતરણ કરાયું

મંગળવાર 3જી ઓક્ટોબર 2023 ના ઉમરગામ તાલુકાના વલસાડ જિલ્લાના એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન ફાઉન્ડેશન (EEF) દ્વારા તલાસરી તાલુકાના વેવજી સોનાર પાડાની જિલ્લા પરિષદ શાળાના વિદ્યાર્થીઓને લેખન સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ શાળાના તમામ શિક્ષકો અને કુક હેલ્પરની ભેટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

ગુજરાત રાજ્ય બોર્ડર લાગું મહારાષ્ટ્ર રાજ્ય બોર્ડરનાં તલાસરી તાલુકાનાં ડુંગરિયાળ જંગલ વિસ્તારનાં વેવજી સોનારપાડા ખાતે જીલ્લા પરિષદ સંચાલિત મરાઠી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ઉમરગામ GIDCમાં આવેલી ડોમ્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડનાં સહયોગથી પેન્સિલ, રબર અને શાર્પનર જેવી ઉપયોગી લેખન સામગીઓનું પર્યાવરણ પ્રચાર પ્રસાર કરતી સામાજીક સંસ્થા એન્વાયરમેન્ટ એજ્યુકેશન ફાઉન્ડેશન (ઈઈએફ) દ્રારા વિતરણ કરવામાં આવ્યું હતું.

સદર લેખન સામગી કાગળનાં કવરમાં પેક કરી આપવામાં આવી હતી. જે કવર પાલઘર જીલ્લાની શ્રી હર્ષ ઈકો સ્માર્ટ પેકેજીંગ કંપની દ્રારા પુરા પાડવામાં આવ્યાં હતાં. વિદ્યાર્થીઓમાં પર્યાવરણ વિશેની સમજ આપી સદર કાર્યક્રમને સફળ રીતે પાર પાડતા શાળાનાં મુખ્ય શિક્ષક રવિંદ્ર પુંગળ, તારાચંદ વિગેરેઓએ EEF સંસ્થાનો આભાર માન્યો હતો.

વેવજી સોનાપાડા પ્રાથમિક શાળાની વિધાર્થીનીઓ જીલ્લા કક્ષાએ રમાતી કબડ્ડી રમતની ચેમ્પીયન છે. જે જાણી એન્વાયરમેન્ટ એજ્યુકેશન સંસ્થાના સભ્યોએ અભિનંદન પાઠવ્યા હતા. તેમજ એન્વાયરમેન્ટ એજ્યુકેશન ફાઉન્ડેશનના હોદ્દેદારો મહેન્દ્ર પંચાલ અને એ.ડી.ભંડારીએ શાળાની વિવિધ પ્રવૃતિઓની માહિતીથી અવગત થઈ વિદ્યાર્થીઓની જરૂરિયાતોને ધ્યાને લઈ વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ માટે સહકાર આપવાની ખાતરી આપી હતી. જેઓનો શિક્ષક તારાચંદ રાઠોડ, સત્યવાન ભગડે અને શ્રીકાંત મંથોલેએ આભાર માન્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *