Thursday, November 21News That Matters

Earth Day: મને ક્ષમા કરજો, કેમ કે હું તમને મારા પગથી સ્પર્શ કરું છું: મોદીએ પૃથ્વી માતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતો વીડિયો શેર કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક વિડીઓના માધ્યમથી કહ્યું છે કે પૃથ્વી દિવસ એ પૃથ્વી માતા પ્રત્યેની તેમની કૃતજ્ઞતા વ્યક્ત કરવા અને આપણા ગ્રહની સંભાળ રાખવા માટેની આપણી પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરવા વિશે છે. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેમણે દેશના ભૂગર્ભ જળથી માંડીને જંગલ, જંગલમાં વસતા પ્રાણીઓ, સૌરઉર્જા, પ્રાકૃતિક ખેતીમાં થયેલી પ્રગતિની વિગતો આપી પૃથ્વી દિવસની અનોખી ઉજવણી, સંરક્ષણ અને સંવર્ધનની વાત કહી છે.

 

 

“#EarthDay એ પૃથ્વી માતાની તેમની દયા માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવા અને આપણા ગ્રહની સંભાળ રાખવાની આપણી પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરવા વિશે છે.” તેવું વીડિઓ સાથેના ટ્વીટ માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, આપણી પૃથ્વી જેને ભારતમાં માતાનું રૂપ માનવામાં આવ્યું છે. તેનું સંરક્ષણ, સંવર્ધન દરેક પેઢીનું દાયિત્વ છે. એ ઉપરાંત વિડીઓના અંતમાં મોદીએ જણાવ્યું છે કે, મુજે માફ કરના ક્યોંકી મૈં આપકો અપને પૈરો સે સ્પર્શ કર રહા હૂં,

 

 

આ વિડીઓમાં 2261 સ્કવેર કિમિ માં જંગલ અને વૃક્ષોનો વધારો થયો છે. તેવી વિગત આપી છે.  પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ હેઠળ 1 મિલિયન ખેડૂતોને નેચરલ ફાર્મિંગ તરફ આવરી લેવાયા છે. પ્રધાનમંત્રી સિંચાઈ યોજના, અમૃત માસ્ટર પ્લાન હેઠળ વરસાદી પાણીનો સંગ્રહ કરી ભૂગર્ભ જળને રિચાર્જ કરવામાં આવ્યું છે. તો, વર્ષ 2015માં પુનઃપ્રાપ્ય ઉર્જા 35.7 GW હતી તે વધારીને 2020થી 109.8 GW સુધી મેળવવાની સિદ્ધિ પ્રાપ્ત કરી છે. જંગલી પ્રાણીઓમાં વર્ષ 2014માં વાઘની વસ્તી 2226 હતી. 2018થી 2967 થઈ છે. એશિયાટિક સિંહોની વસ્તી 2010માં 411 હતી. વર્ષ 2020થી 674 થઇ છે. એક શીંગડાવાળા ગેંડાની વસ્તી 2014-15માં 2600 હતી. 2019થી 3000 થઈ છે. દેશમાં ચિત્તાની વસ્તી 2014માં 7910 હતી. 2018થી 12852 થઈ છે.

 

 

જળ, જમીન, જંગલ, ખેતી, પ્રાણીઓની વિગતો સાથે મોદીનો આ વીડિઓ આજના પૃથ્વી દિવસના દિવસે વધુને વધુ શેર થઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *