Monday, February 24News That Matters

વાપી નજીક કરમખલ પીર ફળિયામાં શ્રાવણીયો જુગાર રમતા 17 શકુનીઓને 62,840 રૂપિયા રોકડા સાથે ડુંગરા પોલીસે ઝડપી પાડ્યા 

હાલ શ્રાવણ મહિનો ચાલતો હોય શ્રાવણીયો જુગાર રમતા જુગારીયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના બાદ વાપી નજીક ડુંગરા પોલીસ મથકના સ્ટાફે કરમખલ પીર ફળિયામાં શ્રાવણીયો જુગાર રમતા 17 જુગારીયાઓને 62,840 રૂપિયા રોકડા સાથે ઝડપી પાડી જુગારધારા કલમ હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વલસાડ જિલ્લામાં જિલ્લા પોલીસવડા ડૉ. રાજદીપસિંહ ઝાલા અને ડુંગરા પોલીસ ઇન્સ્પેકટર વી. ડી. મોરીની સૂચના મુજબ શ્રાવણ મહિનામાં જુગાર રમતા લોકો સામે કાર્યવાહી કરવા ડુંગરા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. ત્યારે, બાતમી આધારે પોલીસ ટીમે કરમખલ પીર ફળિયામાં રેઇડ કરી હતી. જ્યાં નવીનની જગ્યામાં જાહેરમાં કુંડાળું કરી 17 જુગારીયાઓ જુગાર રમતા હતા.
પોલીસની ટીમે તાત્કાલિક કોર્ડન કરી તમામને દબોચી લીધા હતાં.
પકડાયેલ જુગારીયાઓના નામ…….
1, હિંમત પરબત નંદાણીયા
2, નીતિન કાલુ નંદાણીયા
3, આશુ રાજુ સિંગ
4, રાજુ કરસન ભાટીયા,
5, વિક્રમ રામ નંદાણીયા
6, પ્રીતેશ મંગલદાસ જોક્શન
7, કલ્પેશ વીરા નંદાણીયા
8, દિવ્યેશ ઉર્ફે કાનો દેવશીભાઈ છેતરીયા
9, ડાડુ ખીમા ચાવડા
10, બાબુ લક્ષ્મણ આહીર
11, રમેશ કરસન ભાટીયા
12, વલ્લભ કરસન ભાટીયા
13, ધર્મેશ રામ ગાગીયા
14, કાળુ રામ નંદાણીયા
15, લક્ષ્મણ પાલા કરંગીયા
16, રામસિંગ ભીમા કરંગીયા
17, રાજુ રામ નંદાણીયા…… સહિતના જુગારીયાઓ સામે જુગાર ધારાની કલમ 12 મુજબ જાહેરમાં ગંજી પાનાનો પૈસાનો હારજીત નો જુગાર રમી રમાડતા હોય ધરપકડ કરી હતી.
પોલીસે જુગારીયાઓ દ્વારા દાવમાં મુકેલ રોકડ રૂપિયા 10,680 તથા તમામ 17 શકુનીઓની અંગ ઝડતી કરતા તેમાંથી મળેલ રોકડ રૂપિયા 52,160 તથા ગંજી પાનાની જોડી ત્રણ મળી કુલ રૂપિયા 62,840નો મુદ્દા માલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *