Thursday, October 17News That Matters

ખાનવેલથી ટેમ્પોમાં સેલવાસ જતો સરકારી અનાજનો જથ્થો ઝડપાયો, સપ્લાઇ વિભાગે ટેમ્પો સાથે ચાલક-ક્લિનર પોલીસને સોપ્યા

દાદરા નગર હવેલીના કલેક્ટરે મળેલી જાણકારીના આધારે ફૂડ એન્ડ સિવિલ સપ્લાય વિભાગને આદેશ કરતા ગુરૂવારે મોડી રાત્રે ખાનવેલથી સેલવાસ તરફ આવી રહેલો સરકારી અનાજ ભરેલો આઇસર ટેમ્પો નંબર ડીડી-03-જી-9296ને અટકાવી ખરાઇ કરતા અંદર સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો હતો.

આ સરકારી અનાજ અંગે ફૂડ એન્ડ સિવિલ સપ્લાય વિભાગના અધિકારીઓએ ટેમ્પો ચાલક અને ક્લિનર પાસે જરૂરી પરમિટ માગતા તેઓ અપી શક્યા ન હતા જેથી ચાલક અને ક્લિનરને પોલીસને હવાલે કરી ટેમ્પો સાથે અનાજનો જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.સેલવાસમાં સરકારી અનાજની ગેરકાયદે હેરાફેરીનું રેકેટ ચાલતું હોવાની આશંકા સેવાઇ રહી હોય તેની પાછળ મુખ્ય સુત્રધાર કોણ છે તેની તળીયાઝાટક તપાસ કરી કડક સજા કરાય તેવી લોકોની માગ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *