નવરાત્રીના પર્વ નિમિત્તે વાપીમાં રિલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સના ડિસ્ટ્રીબ્યુટર, એજન્ટ, ચેનલ પાર્ટનર, સ્ટેટ હેડ પોતાના પરિવાર સાથે નવરાત્રીમાં ગરબે રમી શકે તેવા ઉદેશયથી જનરલ ઇન્સ્યોરન્સની બ્લેડ ઓફ દંગલ અને ટીમ હોજો થીમ હેઠળ માતાજીની આરાધના સાથે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અંગે રિલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સના દક્ષિણ ગુજરાતના સ્ટેટ હેડ અમિત લોઢિયાએ જણાવ્યું હતું કે, વાપીમાં ડિસ્ટ્રીબ્યુટર, એજન્ટ, ચેનલ પાર્ટનર તરીકે રિલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સ સાથે જોડાયેલા તમામ લોકો માતાજીની આરાધના કરી શકે. નવરાત્રી પર્વ ઉજવી ગરબે રમી શકે, તે ઉદેશ્યથી આ આયોજન કરવામાં આવ્યું હતું.
સામાન્ય રીતે ચેનલ પાર્ટનર, એજન્ટ સાથે અનેકવાર મિટિંગનું આયોજન થાય છે. ત્યારે આ નવરાત્રીમાં માતાજીની વિશિષ્ટ કૃપા તમામ લોકો ઉપર વરસતી રહે, સહ પરિવાર ગરબાનો આનંદ માણી શકે, એકબીજા સાથે પારિવારિક ભાવના કાયમ બને તેવા ઉદ્દેશ્યથી આ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
રિલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સ સાથે જોડાયેલા તમામ લોકો પોતાના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. જેમાં નાના બાળકો માટે એન્ટરટેઇનમેન્ટ ક્વિઝ નું આયોજન કર્યું હતું. ઉપસ્થિત તમામ તેમની પત્નીઓ સાથે ટ્રેડિશનલ કપડા પહેરી ગરબે રમ્યા હતા. આ અંગે સ્ટેટ હેડ મનીષ દલાનીએ જણાવ્યું હતું કે આ આયોજનમાં ઉપસ્થિત તમામ બ્રાન્ચ મેનેજર કેયુરના આમંત્રણને માન આપી સહપરિવાર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રિલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સની “બ્લેડ ઓફ દંગલ” અને “ટીમ હોજો” થીમનો કલર ગ્રીન હોય તેના પ્રચાર પ્રસાર માટે સૌ કોઈ ગ્રીન કલરના પોશાકમાં સજ્જ થઈ ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે રિલાયન્સ જનરલ ઇમ્સયોરન્સના આ નવરાત્રી મહોત્સવના આયોજનમાં અંદાજિત 70 થી 80 લોકો તેમના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. તમામે માતાજીની આરતી કરી ગરબે રમી રાસ ગરબાની રમઝટ બોલાવી હતી.