Saturday, December 21News That Matters

પારડીની પાર નદી નજીક પાર્ક કરેલ કારમાંથી મહિલા ગાયક કલાકારની હત્યા કરેલ મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર!

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પાર નદી કિનારે એક નધાણીયાતી કાર નંબર  GJ-15-CG-4224માં વલસાડની ગાયિકા વૈશાલી બલસારાની હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવતા અરેરાટી ફેલાઇ છે. 
સ્થાનિક લોકોએ અજાણી કારને ઘણા સમયથી ઉભેલી જોઈને ઘટનાની જાણ પારડી પોલીસને કરી હતી. પારડી પોલીસે ઘટના સ્થળે જઈને ચેક કરતા કારમાંથી શંકાસ્પદ હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પારડી પોલીસે ચેક કરતા આ મૃતદેહ વલસાડની ગાયિકા વૈશાલી બલસારાનો હોવાનું જાણવા મળ્યું હતું. વૈશાળીના પતિએ ગત રોજ વૈશાલી ઘરેથી ગુમ થઈ હોવાની નોંધ પોલીસ મથકમાં કરી હતી. પોલીસે હાલ મૃતદેહનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી હતી.
વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં પાર નદી પાસે એક શંકાસ્પદ હાલતમાં કાર ઉભેલી જોઈને સ્થાનિક લોકોએ કાર માલિકની શોધખોળ હાથ ધરી હતી. કાર માલિક ન મળતા સ્થાનિક લોકોએ પારડી પોલીસને ઘટનાની જાણ કરી હતી. પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી કારમાં ચેક કરતા કારની પાછળની સીટના ફૂટરેક પાસેથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો.
વલસાડની ગાયિકા વૈશાલી બલસારાની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ હતી. ગાયક મહિલાની હત્યા કોણે અને ક્યાં સંજોગોમાં કરી તે અંગે પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી FSLની મદદથી તપાસ હાથ ધરી છે. ઘટના અંગે વલસાડ LCBની ટીમને જાણ થતાં વલસાડ LCBની ટીમે પણ ઘટના સ્થળે પહોંચી આ મર્ડર મિસ્ટ્રીને ઉકેલવા ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *