Friday, October 18News That Matters

સંજાણ રેલવે સ્ટેશનના પુનઃ વિકાસના શિલાન્યાસ કાર્યક્રમમાં ઉમરગામ તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ દિલીપ ભંડારી મંચ ઉપર બેસવાના અભરખામાં ભાન ભૂલ્યા….?

સંજાણ રેલવે સ્ટેશનના પુનઃ વિકાસના શિલાન્યાસ સમારંભમાં હાજરી આપવા આવેલા રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ, સાંસદ ડોક્ટર કે.સી. પટેલ, પદ્મશ્રી ગફુરભાઈ બિલાખીયા, જિલ્લા પંચાયત પ્રમુખ અલકાબેન શાહ, રેલવેના ડી આર એમ મંચસ્થ હતા એ સમયે કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા ઉમરગામ તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ દિલીપ ભંડારીને મંચ ઉપર સ્થાન માટે આમંત્રિત ન કરતા તેઓ નાના બાળકની જેમ રેલવે વિભાગના અધિકારીઓ સામે મંચ ઉપર કેમ બેસાડવામાં આવ્યા નથી, તમારો કાર્યક્રમ હમણાં જ બંધ કરાવી દઉં જેવા શબ્દો ઉચ્ચારી જાણે પગ પછાડતા હોય તેમ બબડવા લાગ્યા હતા.

આ માહોલ જોઇ થોડી ક્ષણ માટે આજુબાજુ બેસેલા લોકોમાં હાસ્યનો મોજુ ફરી વળ્યું હતું જો કે કાર્યક્રમમાં કોઈ નારાજ ના થાય તેવા હકારાત્મક વલણ સાથે અધિકારીઓએ ઉમરગામ તાલુકા ભાજપ પ્રમુખ દિલીપ ભંડારીને મંચ ઉપર અલાયદી ખુરશીની વ્યવસ્થા કરી તેમના સાથીઓ સાથે બેસાડ્યા હતા.

આજનો આ કાર્યક્રમ સરકારી કાર્યક્રમ હોય જેનો સંચાલન રેલવે વિભાગ કરતું હોય એવા સંજોગોમાં પાર્ટી સંગઠનના પ્રમુખ જેવા હોદ્દેદારને મંચસ્થ સ્થાને બેસાડવો એ પ્રોટોકોલ નથી પરંતુ આ બાબતથી અજાણ દિલીપ ભંડારીએ રેલવે અધિકારી સામે જીદ કરી પોતાનું સ્થાન મંચ ઉપર પ્રાપ્ત કર્યું હતું. દિલીપભાઈનો આ બાબતનો વિડીયો વાયરલ થતાં અનેક રમુજી ચર્ચા ઉમરગામ તાલુકામાં થઈ રહી છે. આ બાબતે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કાર્યાલય તાલુકા ભાજપ પ્રમુખને ઠપકો આવશે તેવી પણ ચર્ચા શરૂ થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *