વાપી નજીક રાતા ગામમાં શિક્ષણની અલખ જગાવનાર શૈક્ષણિક સંસ્થા સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમી ખાતે JEE, NEET, રાષ્ટ્રીય પ્રતિભાશોધ, ગણિત, વિજ્ઞાન અને ઓલમ્પિયાડ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવી વિદ્યાર્થીઓને શિક્ષણમાં સક્ષમ બનાવવા ધોરણ 9થી ડિજિટલ શિક્ષણની પહેલ કરી છે. આ માટે શાળાએ સમગ્ર ભારતમાં ડીજીટલ શિક્ષણ માટે જાણીતી આકાશ – બાયજુસ કંપની સાથે ટાઇ- અપ કરી રવિવારે સેટેલાઈટના માધ્યમથી લાઇવ કલાસીસ શિક્ષણનો શુભારંભ કર્યો હતો.
વાપીમાં રાતા ખાતે ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપતી સારસ્વત ઇન્ટરનેશનલ એકેડેમીએ Aakash-Byju’s સાથે ડિજિટલ શિક્ષણની પહેલ કરી છે. આ અંગે રવિવારે શાળાના ટ્રસ્ટી અપૂર્વ પાઠક અને AESL ના ડિરેકટર પ્રવીણ કુમારે પત્રકાર પરિષદ બોલાવી વિગતો આપી હતી. શાળામાં ઓફલાઇન ને બદલે ઓનલાઈન શિક્ષણ આપવાની આ પહેલ અંગે તેઓએ જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતમાં પ્રથમ વખત સારસ્વત ઇન્ટરનેશનલ એકેડેમીમાં આ પહેલ કરવામાં આવી છે. જેનાથી આ વિસ્તારના ગ્રામીણ વિદ્યાર્થીઓ કે જેઓ એન્જીનીયરીંગ કે મેડીકલક્ષેત્રે પોતાનો અભ્યાસ કરવા માંગે છે. તેઓને ફાયદો થશે.
મોટાભાગે ગુજરાતી માધ્યમમાં ભણતા વિદ્યાર્થીઓને એન્જીનીયરીંગ કે મેડિકલ ક્ષેત્રે કોચિંગની જરૂરિયાત ઉભી થાય છે. તેમાં તેઓને અંગ્રેજી ભાષા પર મદાર રાખવો પડે છે. જ્યારે Aakash-Byju’s ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે ગુજરાતીમાં અને CBSE બોર્ડના અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને દિલ્હી ની ફેકલ્ટી બેઝ શિક્ષણ પૂરું પાડે છે. અને એ પણ અન્ય કોચિંગ ક્લાસિસની તુલનાએ 4થા ભાગની ફી સાથે!
Aakash-Byju’s એ ગુજરાતમાં ફક્ત પાંચ સ્કુલોની સાથે આ સુવિધા ઉપલબ્ધ કરી છે . જેમાં વાપીની જાણીતી શૈક્ષણિક સંસ્થા સારસ્વત એકેડેમી પણ સામેલ છે. સેટેલાઈટના માધ્યમથી દિલ્હી જેવા મેગા સીટીના શ્રેષ્ઠ તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવશે અને વાપીમાં વર્ગખંડમાં બેસેલા વિદ્યાર્થીઓ પણ શિક્ષકો સાથે ટુ – વે કેમેરા દ્વારા વાતચીત કરી શકે તેવું આયોજન છે.
ઉલ્લેખનીય છે કે ડિજિટલ શિક્ષણ નું માધ્યમ શાળાના વિદ્યાર્થીઓને થિએરિકલ બેઝ શિક્ષણ આપવામાં મહત્વનો રોલ ભજવી શકે છે કેમ કે વિદ્યાર્થીઓને 3D, 2D એનિમેશન અને ગ્રાફિક્સ દ્વારા નિષ્ણાત શિક્ષકો આ અભ્યાસ કરાવી રહ્યા છે. ત્યારે, હાલમાં ગુજરાત શિક્ષણ વિભાગની દરેક સરકારી શાળામાં એજ્યુસેટ દ્વારા અપાતી સામાન્ય માહિતીને બદલે આ પ્રકારે આકાશ જેવી સંસ્થા સાથે સંકલન સાધી જો ગુજરાતી ભાષામાં ડિજિટલ શિક્ષણની પહેલ કરે તો દેશમાં દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં તેમજ મેડિકલ-એન્જીનીયરીંગક્ષેત્રે ગુજરાતના વિદ્યાર્થીઓ બાજી મારી શકે છે. હાલમાં આવી NEET, JEEની પરીક્ષામાં 80 હજાર સીટ માટે 15 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે. જેમાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓમાં એકલા આકાશ બાયજુસ ના જ 10 થી 12 ટકા વિદ્યાર્થીઓ બાજી રહ્યા છે.